હાર્દિકે સુરતમાં કરેલા નિવેદનો બાદ તેની સામે થઈ FIR દાખલ

Subscribe to Oneindia News

એક તરફ હાર્દિકના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે અને બીજી તરફ તે બેબાક થઈન સભા ગજવી રહ્યો છે, પરંતુ તેણે કરેલી જનક્રાંતિ રેલી બાદ સુરતમાં જ હાર્દિક સામે ફરિયાદ નોંઘાઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર હાર્દિક સામે રાજકીય પક્ષો સામે બેફામ નિવેદન કરવા માટે (જીપીએ) ગુજરાત પોલીસ એકટ સેક્શન 36 ,134,72( 2) ફરિયાદ નોંધાઇ છે.પ્રાથમિક માહિતી અનુસાર હાર્દિકે સુરતની રેલી દરમિયાન પુણા ગામમાં સભા કરી હતી જેમાં તેણે રાજકીય પક્ષ માટે નિવેદનબાજી કરી હતી.

hardik patel

હાર્દિકને રેલીની પરવાનગી એ શરતે જ આપવામાં આવી હતી કે તે રાજકીય આક્ષેપ પ્રતિઆક્ષેપથી દૂર રહેશે, પરંતુ હાર્દિકે જાહેર સભામાં આવા નિવેદનો કરતા સુરતના સરથાણા પોલીસ મથકે તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક આવતીકાલે પણ સુરતમાં એક સભા યોજવાના અહેવાલ છે ત્યારે હવે આ ઘટના કેવો રંગ લાવે છે તે જોવું રહ્યું

English summary
Gujarat elections 2017: FIR launched against Hardik Patel in Surat. Read here more.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.