છોટાઉદેપુરઃ 17 વર્ષીય છોકરીને ઢોર માર માર્યો, 3 સામે FIR
છોટાઉદેપુરઃ 17 વર્ષીય છોકરીને ઢોર માર માર્યો, 3 સામે FIR
છોટાઉદેપુર જિલ્લાના દૂરદરાજના એક ગામમા થોડા દિવસો પહેલા કોઈ છોકરા સાથે ભાગી જવા પર 17 વર્ષીય આદિવાસી છોકરીને તેના પિતા અને સ્થાનિકોની હાજરીમાં જ ત્રણ શખ્સોએ ઢોર માર માર્યો. પોલીસે મુજબ આ ઘટના 21મેના રોજ બની હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસના ધ્યાને આ ઘટના આવી. પોલીસે જણાવ્યું કે હજી આ મામલે એકેય આરોપીની ધરપકડ નથી થઈ.

છોટાઉદેપુરના એસપી એમએસ ભાભોરે કહ્યું કે, "ગામના જ કોઈ શખ્સ સાથે ભાગી જવા બદલ છોકરીના સંબંધીઓએ જાહેરમાં તેને લાકડીથી ઢોર માર માર્યો હોવાનો વીડિયો થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો. છોકરીને માર મારી રહેલા ત્રણ લોકો સામે FIR નોંધવામાં આવી છે. તેમના પર રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે."
આ સમગ્ર ઘટના બની ત્યારે કેટલાય ગ્રામજનો ત્યાં હાજર હતા પરંતુ બધા જ તમાશો જોતા રહ્યા અને કોઈએ પણ છોકરીને બચાવવાની કોશિશ ના કરી. પોલીસના ધ્યાનમાં વીડિયો આવ્યા બાદ પોલીસે છોકરીનો સંપરક કર્યો અને આરોપીઓ સામે ફરિયાદ નોંધવા કહ્યું. પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે 3 શખ્સ સામે FIR નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, હજી સુધી કોઈને ધરપકડ નથી થઈ.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
