સુરતમાં 10 માળના ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 40થી વધુ ગાડીઓ સ્થળ પર હાજર
ગુજરાતના સુરત સ્થિત રઘુબીર માર્કેટમાં ભીષણ આગ લાગી ગઈ. આગ 10 માળની એક ઈમારતમાં લાગી.
ગુજરાતના સુરત સ્થિત રઘુબીર માર્કેટમાં ભીષણ આગ લાગી ગઈ. આગ 10 માળની એક ઈમારતમાં લાગી. રઘુબીર માર્કેટ સ્થિત 10 માળની ઈમારતમાં લાગેલી આગના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ. વળી, જે ઈમારતમાં આગ લાગી છે ત્યાં ટેક્સટાઈલ માર્કેટ છે.

હજુ સુધી કોઈ અનિચ્છનીય સમાચાર નથી. પ્રારંભિક માહિતી મુજબ ઈમારતના 9માં માળે આગ લાગી જે ફેલાતી ગઈ. આગ કેવી રીતે લાગી તેની માહિતી હજુ સુધી મળી શકી નથી. ઘટના સ્થળે 40થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ હાજર છે જે આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. 200થી વધુ ફાયરબ્રિગેડ કર્મીઓ આગ પર નિયંત્રણ મેળવવામાં લાગી ગયા છે.
Gujarat: Fire breaks out in Raghuveer Market in Surat. 40 fire tenders at the spot pic.twitter.com/k0FQRpyFTM
— ANI (@ANI) 21 January 2020












Click it and Unblock the Notifications
