સુરતમાં ફલાયઓવર પર જતા કારમાં આગ

Subscribe to Oneindia News

સુરતના મજૂરા ગેટ ફ્લાય ઓવર બ્રીજ પરથી પસાર થઇ રહેલી હોન્ડા સીટી કારમાં અચાનક લાગેલી આગ બાદ કાર એકદમ જ સળગવા લાગી હતી. જો કે કારમાં આગ લાગતાની સાથે જ કારચાલક કાર રોડની સાઈડ પર ઉભી રાખી સાવચેતી પૂર્વક બહાર નીકળી જતાં કોઇ જાનહાનિ થવા પામી નથી.

car fire

રવિવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં ફાયર વિભાગને જાણ થતા ફાયર જવાનોએ તુરંત જ આવીને આગ બૂઝાવી હતી. આગ લાગાવનું કારણ જાણવા મળ્યું નહોતું. કાર ચાલકનું અચાનક જ ધ્યાન પડતા તે કારમાંથી નીચે ઉતરી ગયો હતો અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે તરત જ આવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોતજોતામાં લોકોની ભીડ આગને જોવા માટે ઉમટી પડી હતી.

English summary
fire in car in surat fly over, gujarat
Please Wait while comments are loading...