For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ભૂલકાઓ માટે ઘોડિયાઘર ખુલ્લું મુકાયું

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં સૌ પ્રથમ ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે અધતન ઘોડિયા ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજરોજ જિલ્લા કલેકટર કુલદીપ આર્યના હસ્તે આ ઘોડિયા ઘરને ખુલ્લું મુકવામાં આવ્યું.

ghodiya ghar

ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીના ચોથા માળે આ ઘોડિયા ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રકારનું અધતન ઘોડિયા ઘર રાજયની કોઇપણ કલેકટર કચેરી ખાતે નથી. માત્ર ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરનાં માર્ગદર્શન હેઠળ આ અધતન ઘોડિયા ઘર બનાવવામાં આવ્યું છે.

કલેકટર કચેરીમાં નોકરી કરતી મહિલાઓ પોતાના બાળકની ચિંતા ન રહે તે માટે ઉત્તમ સુવિધાયુક્ત ધોડિયા ઘર બનાવવામાં આવ્યું છે. આ ઘોડિયા ઘર બાળકોના ઉછેર સાથે સાથે તેમાં સંસ્કારનું સિંચન પણ કરશે. પાપા પગલી માંડતું બાળક મોટું થશે, પછી કયાં રાખશું તેની ચિંતામાંથી પણ મહિલા કર્મયોગીઓને કરવાની નથી. કારણ કે, આ ઘોડિયા ઘરમાં ૦ થી ૧૨ વર્ષ સુધીના બાળકોને રાખવામાં આવશે. નાના બાળકો માટે રમવાના અધતન રમકડા, લપસણી અને અન્ય સુવિધા રાખવામાં આવી છે. તેમજ નાના ભુલકાઓને સમયાંતરે જમવાનું પૌષ્ટિક મળી રહી તેમના ખોરાકની જાળવણી યોગ્ય રીતે થાય તે માટે ફીઝ, ઇન્ડેક્ષ કુકર, પીવાના પાણીની સુવિધા પણ કરવામાં આવી છે. તેમજ ૧૨ વર્ષ સુધીના બાળકો માટે સુવા માટે અલગ બેડની સુવિધા પણ કરવામાં આવી છે. મહિલા કર્મયોગી બાળકનું સ્તનપાન કરાવી શકે તે માટે અને ઘાત્રી માતાઓને બેસવા માટેથી અલગ રૂમની સુવિધા પણ ખાસ આ ઘોડિયા ઘરમાં કરવામાં આવી છે.

English summary
first creche home of gujarat opened by collector in gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X