વિધાનસભાની અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાશે
ગુજરાત વિધાનસબાના ટુંકા સત્રમાં આજે અનઅધિકૃત બાંધકામ વિદેયક 2022 લાવામાં આવશે. જેમા ગુજારાતની નગરપાલિકા અને મહાનગરપાલિકા હસ્તકના અનધિકૃત બાંધકામોને અધિકૃત કવરામાં આવશે.
ગુજરાત વિધાનસભાનુ આજે પ્રથમ સત્ર મળશે જેમા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શંકર ચૌધરીના અધ્યક્ષ તરીકેના નામનો પ્રસ્તાવ મુકશે ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડના નામ પ્રસ્તાવ કનુ દેસાઇ દ્વારા મુકવામાં આવશે શંકર ચૌધરી અને જેઠા ભરવાડે સોમવારે નોમીનેશન ફોર્મ ભર્ હતુ. તેમજ ભાજપના સભ્ય પદેથી પણ રાજીનામું આપી દિધુ હતુ.

ગુજરાત વિધાનસભાની બીજી બેઠકમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહને બપોરે 12 વાગે સંબોધન કરશે ત્યાર બાદ 15 મીનિટના વિરામ બાદ ગૃહની શરુઆત થશે. રાજ્યપાલના ભાષણ પર આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આશે ત્યાર બાદ ગૃહના પૂર્વ સભ્યો જેમના મૃત્યુ થયા હોય તેમની શ્રંદ્ધાજલી આપવામાં આવશે
ગુજરાત વિધાનસભાની પ્રથમ ટૂંકા સત્રમાં સરકારી ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક લાવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બાંધકામોને નિયમિત કરવા માટેનો અદ્યાદેશ લાવામાં આવ્યો હતો .જેના પરનું બીલ આજે ગૃહમાં લાવામાં આવશે.












Click it and Unblock the Notifications
