For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં પૂરનું સકંટઃ ઉકાઇના 22 દરવાજા ખોલાયા

|
Google Oneindia Gujarati News

સુરત, 23 સપ્ટેમ્બરઃ દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક સુરત અને ભરૂચ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉકાઇ ઉપરવાસમાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેથી સુરતમાં પૂર આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉકાઇની સપાટી 343.08 પર પહોંચી છે અને ડેમના 22 દરવાજા ખોલી દેવામાં આવતા, સુરતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના પગલે શહેરની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.

surat-rain
મળતી માહિતી અનુસાર ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે પાણીની આવક 6 લાખને પાર કરી ગઇ, જેથી ઉકાઇનું રુલ લેવલ અને ડેન્જર લેવલ મેઇન્ટ કરવાના હેતુસર મોડી રાત્રે 4.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવવાના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તો તાપી નદીએ પણ ફરી એકવાર રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાના અહેવાલ પણ મળી રહ્યાં છે.

ઉકાઈ ડેમનું લેવલ હાલ 342.87 ફૂટ છે. ડેમમાં હાલ પાણીની આવક 6 લાખ 40 હજાર ક્યૂસેકથી પણ વધુ છે. જેની સામે પાણીની જાવક 4 લાખથી 37 હજારથી વધુ છે. સુરત ખાતે આવેલા કોઝનેવી સપાટી હાલ 9.70 મીટર છે.

ભરૂચમાં ભારે વરસાદ

રવિવારે ભરૂચમાં ભારે વરસાદ પડ્યો હતો. રવિવારે નોંધાયેલા આંકડા અનુસાર રાત્રીના આઠ વાગ્યા સુધી અહીં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભરૂચમાં નર્મદામાં છોડવામાં આવી રહેલા પાણીના પગલે નિચાણવાળા વિસ્તારો, કસક વિસ્તાર, પાંચબત્તી, સેવાઆશ્રમ રોડ, ડાંડિયા બજાર ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો સાંપડી રહ્યાં છે. તો ભરૂચ- દહેજ બાયપાસ રોડ પર આવેલા ત્રણ ચોકડી વિસ્તારમાં 25 જેટલી સોસાયટીમાં પાણી ભરાયા છે.

વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદ

મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. વડોદરાનો દેવ ડેમ ઓવરફ્લો થયો છે, જ્યારે જિલ્લાના કવાંટ અને પાવી જેતપુરમાં સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

English summary
flood fear in surat, water increasing in ukai dam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X