For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂરની પરિસ્થિતિમાં પાકિસ્તાને દુનિયા પાસે માંગી મદદ, દુનિયાભરમાથી મળી રહી છે મદદ

પાકિસ્તાન દ્વારા શનિવારે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે પૂર પ્રભાવિત વિસ્તારો માટે મદદની માંગ કરવામાં આવી હતી. પૂરની આ સ્થિતિમાં અત્યાર સુધીમાં 1265 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જોકે પાકિસ્તાનની માંગ પર અમેરિકા. ફ્રાંસ, અને તુ

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન દ્વારા શનિવારે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે પૂર પ્રભાવિત વિસ્તારો માટે મદદની માંગ કરવામાં આવી હતી. પૂરની આ સ્થિતિમાં અત્યાર સુધીમાં 1265 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જોકે પાકિસ્તાનની માંગ પર અમેરિકા. ફ્રાંસ, અને તુર્કી પાસેથી મદદ મળવાનું શરૂ થઈ ચૂક્યું છે. પરંતુ પાકિસ્તાનને હજી વધારે મદદની જરૂર છે. તુર્કી દ્વારા જે મદદ કરવામાં આવી છે તે ઊંટના મોઢામાં જારી સમાન છે. પાકિસ્તાનમાં આવેલા પુરમાં 3 કરોડ 30 લાખ લોકો પ્રભાવિત થયા છે. અને હજારો ઘરો પુરમાં તણાંય ચૂક્યા છે. પૂરની ખાસ અસર સિંધ અને બલુચિસ્તાન પર જોવા મળી રહી છે.

ત્રણ કરોડથી વધુ લોકો ગંભીર રીતે પ્રભાવિત

ત્રણ કરોડથી વધુ લોકો ગંભીર રીતે પ્રભાવિત

પાકિસ્તાનના ફેડરલ પ્લાનિંગ મિનિસ્ટર ઈકબાલે મોનસુનમાં ભારે વરસાદ અને ત્યારબાદ વિનાશકારી પુરથી પ્રભાવિત 33 કરોડ લોકોને મદદ કરવા માટે અપીલ કરી હતી પાકિસ્તાનની દુર્દશા પર આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ગયું છે. પરંતુ હજી સુધી જેટલા પ્રમાણમાં મદદની જરૂર છે તેટલી મળી રહી નથી. પાકિસ્તાન સરકાર પાસે પૂર પીડિત લોકો પાસે સહાય પહોચાડવા માટે પૂરતા પૈસા પણ નથી તેમજ સંસાધનોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જેના લીધે પૂરની સ્થિતિ વધુ ભયાનક થઈ ગઈ છે. આ પૂરમાં મોટી સંખ્યામાં લોકોનના મોત થયા છે. સરકારી આંકડાઓ અનુસાર વરસાદ અને પુરના લીધે 10 અરબ ડોલરનું નુકસાન થઈ ચૂક્યું છે

તાત્કાલિક માનવીની મદદની જરૂર

તાત્કાલિક માનવીની મદદની જરૂર

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સહિત ઘણા અધિકારીઓ અને વિશેષજ્ઞોએ પાકિસ્તાનમાં આવેલા વિનસકારી પૂર માટે ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ઠેરવી છે. પાકિસ્તાનમાં આ વર્ષ કરતા વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશના ઘણા ભાગોમાં હજી પણ વરસાદ પડી રહ્યું છે. તેના માટે જળવાયુ પરિવર્તન જવાબદાર છે. યુએન પ્રમુખ તરફથી કહેવામાં આવ્યું છે કે, દુનિયા હજી પણ જળવાયું પરિવર્તનને લઈને ઊંઘમાં જ છે. તેમના દ્વારા 9 સપ્ટેમ્બર ના રોજ પાકિસ્તાનનો પ્રવાસ કરવામાં આવનાર છે. તેમાં તે પુર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે. બીજી તરફ પાકિસ્તાન સરકારે પ્રવાસી પાકિસ્તાનને દેશની મદદ કરવા માટે પણ અપીલ કરી છે

160 મિલિયન ડોલરની માંગ

160 મિલિયન ડોલરની માંગ

પાકિસ્તાન સરકારે કહ્યું છે કે, પુરથી મોટી માત્રામાં નુક્સાન થયું છે. જેમાં 3 કરોડ 30 લાખથી વધુ લોકોને મદદની આવશ્યકતા છે. જેના માટે વિદેશમાં વસતા પ્રવાસી પાકિસ્તાનને મદદ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ સપ્તાહની શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્ર અને પાકિસ્તાને સંયુક્ત રીતે પ્રભાવિત લોકોની મદદ કરી છે. હજી પણ 160 મિલિયન ડોલરની આવશ્યકતા છે. એટલે કે દુનિયાભરના લોકો પાસે 160 ની મદદની માગ કરવામાં આવી છે. પાકિસ્તાને જણાવ્યું હતું કે 10 લાખ ઘરો પૂરમાં સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

બારસો થી વધુ લોકોના મોત

બારસો થી વધુ લોકોના મોત

પાકિસ્તાને રાષ્ટ્રીય આપદા પ્રબંધન અધિકારીએ શનિવારે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, પુર પ્રભાવી વિસ્તારોમાં 57 લોકોના મૃત્યુ થયા છે. જૂનના મધ્યમાં વરસાદની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ 441 બાળકો સહિત 1265 લોકોના મોત થઈ ચૂક્યા છે. પ્રધાનમંત્રી શહબાજ શરીફ પહેલા જ આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે માનવીય સહાય મોકલવા માટે અપીલ કરી ચૂક્યા છે. અને તેમની અપીલ પર આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી તુરંત જ પ્રતિક્રિયા મળી રહી છે. તેમજ રાહત સામગ્રીથી ભરેલા હવાઈ જહાજો પાકિસ્તાન આવી રહ્યા છે. રાહત સામગ્રી લઈજઈ રહેલા ફ્રાન્સિસ વિમાન શનિવારે ઇસ્લામવાદ આવી પહોંચ્યા હતાય રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રી અબ્દુલ કાદિર પટેલે તેની આગેવાની લીધી હતી. આ ફ્રાન્સિસ વિમાનનું આગમન સંયુક્ત આરબ અમીરત હવે આજથી નવમી ઉડાન ભરી હતી. પટેલે જણાવ્યું હતું કે, ફ્રાન્સ દ્વારા મોકલવામાં આવેલી રાહત સામગ્રીનું જળસ્તર ઓછું થયા બાદ વિતરણ કરવામાં આવશે. રાહત સામગ્રીમાં દવા અને પાણી કાઢવા માટે મશીન આપવામાં આવ્યુ છે. પાકિસ્તાને પુર પ્રભાવિત વિસ્તારોમાં સહાય પહોંચાડવા માટે એક સમિતિનું પણ ગઠન કરીને સ્વાસ્થ્ય કેન્દ્રની સ્થાપના કરી છે.

બનાવવામાં આવ્યા છે ઘણા બધા રાહત શિબિર કેમ્પ

બનાવવામાં આવ્યા છે ઘણા બધા રાહત શિબિર કેમ્પ

બાબરે જણાવ્યું હતું કે સેનાએ 50,000 થી વધારે વિસ્થાપિતોની મદદ પૂરી પાડી છે. તેના માટે 147 રાહત શિબિરની પણ સ્થાપના કરવામાં આવી છે. જ્યારે 250 સ્વાસ્થ્ય શિબિર અને તેમાં અત્યાર સુધીમાં 83,000 લોકોને સહાયતા પ્રદાન કરવામાં આવી છે. સ્વાસ્થ્ય અધિકારીએ સડકોના કિનારે ટેન્ટમાં રહીને બેઘર લોકો પાણી જન્ય રોગચાળા ફેલાવાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. આપદા પ્રબંધન અધિકારીના પ્રમુખ લેફ્ટનેન્ટ જનરલ અખ્તર નવાઝે જણાવ્યું હતું કે, દેશના આ ક્ષેત્રમાં આ વર્ષે ૧૫ થી ૨૦ ટકા વધારે વરસાદ થવાને લીધે અત્યાર સુધીમાં 400% જેટલી વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં કુલ મળીને 190 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તેમ જ અમેરિકા દ્વારા પણ ઇસ્લામ બાદમાં સેન્ય મદદ મોકલવા ની તૈયારી કરવામાં આવી છે. સંયુક્ત રાજ્ય અમેરિકાએ પૂર્વિ વિસ્તારો માટે 30 મિલિયન ડોલરની સહાયતાની જાહેરાત કરવામાં આવી છે.

English summary
Flood situation in Pakistan critical, 1200 people dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X