For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરાનો વરસાદ : રેકૉર્ડ બ્રેક મતદાન દ્વારા મોદીને વહાલ કે મિસ્ત્રીને?

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 30 એપ્રિલ : વડોદરા આ વખતની ચૂંટણીમાં રાષ્ટ્રીય કક્ષાએ ચર્ચામાં રહ્યું છે. દેશના ભાવિ વડાપ્રધાન તરીકે જોવાતાં, વડાપ્રધાન તરીકે દેશની પ્રજાની પ્રથમ પસંદગી અને ભારતીય જનતા પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ જે દિવસે વડોદરા ખાતેથી પણ ઉમેદવારી કરવાની જાહેરાત કરી, તે દિવસથી વડોદરા સતત રાષ્ટ્રીય કક્ષાએ ચમકતુ રહ્યું છે અને આજે 30મી એપ્રિલના રોજ પણ વડોદરા રેકૉર્ડબ્રેક ભારે મતદાન કરી રાષ્ટ્રીય કક્ષાએ હૅડલાઇન બન્યું છે.

મધ્ય ગુજરાતમાં આવેલ વડોદરા શહેરી સંસદીય મત વિસ્તાર છે અને તે ભાજપનો ગઢ રહ્યું છે. છેલ્લી કેટલીય ટર્મથી વડોદરામાંથી ભાજપ ઉમેદવારનો વિજય થતો આવ્યો છે. ભાજપ માટે વડોદરા બેઠક સલામત ગણાતી હોવાથી જ નરેન્દ્ર મોદીએ વારાણસી ઉપરાંત વડોદરા બેઠક ઉપરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો અને આજે થયેલ ભારે મતદાને સાબિત પણ કરી આપ્યું છે કે મોદીએ વડોદરાની પસંદગી કેમ કરી.

વડોદરા શહેરી મત વિસ્તાર હોવાના કારણે ભાજપનો ગઢ છે, તો તેનું શહેરી વિસ્તાર હોવું જ ઓછા મતદાનનું પણ કારણ રહેતુ આવ્યું છે. શહેરી લોકો મોટાભાગે મતદાન કરવામાં આળસ કરે છે અને વડોદરાનો જૂનો રેકૉર્ડ પણ કંઇક આમ જ કહે છે, પરંતુ બુધવારે વડોદરાએ 70 ટકાથી વધુ મતદાન કરી 37 વર્ષ જૂનો રેકૉર્ડ તોડી નાંખ્યો. વડોદરામાં સૌથી વધુ મતદાનનો રેકૉર્ડ 1977ની ચૂંટણીનો છે કે જ્યારે 69.14 ટકા લોકોએ મતદાન કર્યુ હતું અને આજે આ 37 વર્ષ જૂનો રેકૉર્ડ તુટી ગયો.
વડોદરામાં સૌથી વધુ મતદાનનો રેકૉર્ડ 1977ની ચૂંટણીનો છે કે જ્યારે 69.14 ટકા લોકોએ મતદાન કર્યુ હતું. તે અગાઉ 1967માં પણ વડોદરાએ 68.80 અને 1961માં 61.28 ટકા જેવું ભારે મતદાન કર્યુ હતું. વડોદરામાં મતદાનની રફ્તાર 1980માં 64.38 ટકા, 1984માં 62.73 ટકા અને 1989માં 63.49 ટકા મતદાન સાથે જળવાયેલી હતી, પરંતુ પછી ગાડી પાટેથી ઉતરી અને છેલ્લા અઢી દાયકાથી વડોદરાનું મતદાન ક્યારેય 60ને સ્પર્શી પણ નથી શક્યું.

વડોદરામાં મતદારોની ઉદાસીનતાની શરુઆત 1991થી થઈ કે જ્યારે માત્ર 48.66 ટકા મતદાન થયુ હતું, તો 1996ની ચૂંટણીમાં વડોદરાએ સૌથી ઓછા 31.31 મતદાનનો રેકૉર્ડ સ્થાપી દીધો. 1998માં આ ટકાવારી વધીને 58.20 થઈ, પરંતુ 1999માં ઘટીને 41.47 અને 2004માં ઓર ઘટીને 39.38 થઈ ગઈ. વાત જ્યારે ગત ચૂંટણીની હોય, તો 2009માં પણ અડધુ વડોદરા મત આપવા નહોતું ગયું. 2009માં વડોદરામાં 49.02 જ મતદાન થયુ હતું.

ચાલો હવે તસવીરો સાથે જાણીએ વડોદરાના મતદાનનું મીટર અને મહત્વ :

વડોદરામાં ભારે મતદાન

વડોદરામાં ભારે મતદાન

વડોદરાએ આજે ભારે મતદાન કર્યું. અગાઉના તમામ રેકૉર્ડ તોડતા વડોદરાના લોકો મોટી સંખ્યામાં મતદાન મથકે પહોંચ્યાં અને તેની પાછળનું પ્રાથમિક કારણ નરેન્દ્ર મોદીની ઉમેદવારી ગણાય છે.

મોદીએ બનાવ્યું ખાસ

મોદીએ બનાવ્યું ખાસ

વડોદરા એમ પણ ભાજપનો ગઢ ગણાય છે. અહીં સતત ભાજપનો વિજય થતો રહ્યો છે, પરંતુ આ વખતે નરેન્દ્ર મોદી ઊભા રહેતાં વડોદરાની ચૂંટણી ખાસ થઈ ગઈ હતી.

મોટાપાયે ઉમટ્યાં મતદારો

મોટાપાયે ઉમટ્યાં મતદારો

વડોદરાએ ભારે મતદાન કરતાં ભલે ભાજપની સાથે-સાથે કોંગ્રેસ પણ તેનો શ્રેય લેવા માંગતી હોય, પરંતુ હકીકત તો એ જ છે કે વડોદરાના લોકો મોદીને મતદાન કરવા માટે જ મોટાપાયે બહાર નિકળ્યા હતાં.

મધુસુદનનો પડકાર

મધુસુદનનો પડકાર

કોંગ્રેસ પક્ષ તરફથી મધુસૂદન મિસ્ત્રીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, પરંતુ નરેન્દ્ર મોદી સામે તેઓ નબળા ઉમેદવાર ગણાય છે. મોદીની ઉમેદવારીએ જ વડોદરાના લોકોમાં મતદાનનો જોમ ભર્યો.

આળસ ખંખેરી

આળસ ખંખેરી

આળસ ખંખેરી વડોદરા જો મતદાન કરવા ઉમટ્યું હોય, તો તેની પાછળનું એક કારણ દેશના ભાવિ વડાપ્રધાનની ચૂંટણી પણ કહી શકાય. આમ કહી શકાય કે વડોદરાએ સ્પષ્ટ રીતે મતોનો વરસાદ કરી નરેન્દ્ર મોદી ઉપર વહાલ વરસાવ્યો છે.

English summary
Lok Sabha Election 2014 : flood of votes in Vadodara. Vadodara broke all voting records today, where fighiting PM candidate of BJP Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X