ઈન્દુલાલ યાજ્ઞિકની 132 મીં જન્મજયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ
ઇન્દુચાચાના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની ઇન્દુલાલ યાજ્ઞિકની આજે 123 મીં જન્મજયંતી છે. આ તકે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ ડી.એમ.પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી.

આ વેળાએ ગુજરાત વિધાનસભાના સંયુક્ત સચિવ રીટાબહેન મહેતા, વિધાનસભાના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓએ પણ ઉપસ્થિતિ રહી ઇન્દુચાચાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
જણાવી દઈએ કે, ઈન્દુલાલ યાજ્ઞિકનું દેશના આઝાદી આંદોલનમાં મોટુ યોગાદન છે. આ સિવાય ભારતીય રાષ્ટ્રધ્વજ બનાવવાનો શ્રેય પણ ઈન્દુલાલ યાજ્ઞિકને જાય છે.
આ સિવાય મહાગુજરાત આંદોલનની આગેવાની પણ ઈન્દુલાલ યાજ્ઞિકે કરી અને ગુજરાતની રચનામાંં મોટો ફાળો આપ્યો છે.












Click it and Unblock the Notifications
