For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોક સાહિત્યકાર દેવાયત ખાવડ રાજકોટ DCP ક્રાઈમ સામે હાજર, જાણો શું હતો મામલો

લોકસાહિત્યકાર દેવાયત ખવડ આજે 10 દિવસ બાદ રાજકોટમાં પોલીસ સમક્ષ હાજર થયો છે. તે 10 દિવસ સુધી ક્યાં હતો તે સૌથી મોટો સવાલ હાલમાં ચર્ચાઈ રહ્યો છે. તે DCP ક્રાઈમ સમક્ષ હાજર થયો છે. કોર્ટમાં તેણે આગોતરા જામીન માટે અરજી કરી હત

|
Google Oneindia Gujarati News

લોકસાહિત્યકાર દેવાયત ખાવડ આજે 10 દિવસ બાદ રાજકોટમાં પોલીસ સમક્ષ હાજર થયો છે. તે 10 દિવસ સુધી ક્યાં હતો તે સૌથી મોટો સવાલ હાલમાં ચર્ચાઈ રહ્યો છે. દેવાયત ખાવડ DCP ક્રાઈમ સમક્ષ હાજર થયો છે. કોર્ટમાં તેણે આગોતરા જામીન માટે અરજી કરી હતી. આ અરજી અંગેની સુનાવણી ટળી હતી.

Devayat Khavad

હવે આગામી 17મી ડિસેમ્બરે તેની સુનાવણી હાથ ધરાશે. તે ઉપરાંત પોલીસે પણ કોર્ટમાં દેવાયત ખાવડને આગોતરા જામીન નહીં આપવા માટે સોગંદનામું દાખલ કર્યું છે. દેવાયત સામેના ત્રણ ગુનાઓમાંથી એક ગંભીર ગુનાની નોંધ લેવામાં આવી છે.

અંગત અદાવતમાં દેવાયત ખાવડે મયુરસિંહ પર પાઈપથી હૂમલો કર્યો હતો. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતાં દેવાયત ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત મયુરસિંહને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દિવસથી લઈને આજ સુધી તે તેના ઘરને તાળા મારીને ફરાર થઈ ગયો હતો. દેવાયતે મયુરસિંહને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

દેવાયત ખાવડે જેના પર હૂમલો કર્યો હતો તે મયુરસિંહ રાણાના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે પોલીસ પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેવાયત વારંવાર એવું કહેતો હતો કે પોલીસ મારા ખિસ્સામાં છે. આ ઉપરાંત તેની પોલીસ સાથે સાંઠ ગાંઠ હોવાથી તે પકડાતો નથી. પત્રકારોને તેમણે જણાવ્યું હતું કે, સોસાયટીમાં પણ દેવાયત ખાવડનો ત્રાસ હતો. સામાન્ય ગુનેગારો પકડાય તો દેવાયત કેમ ન પકડાય. અમે ગાંધીનગર જઇ અમે ગૃહમંત્રીને રજૂઆત કરીશું અને પોલીસ કમિશ્નર કચેરીએ આંદોલન કરીશું.

રાજકોટ પોલીસ દ્વારા દેવાયત ખાવડ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી એક સપ્તાહથી શોધખોળ આદરી હતી. પરંતુ તેની ભાળ મળી નહોતી. બીજી તરફ દેવાયતે તેના વકિલ દ્વારા રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. ક્ષત્રિય સમાજના આગેવાનોએ રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીએ જઈને દેવાયત ખાવડની 24 કલાકમાં ધરપકડ કરવા માંગ કરી હતી. આ આગેવાનોએ એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો તે નહીં પકડાય તો ધરણાં કરવામાં આવશે.

English summary
Folk Singer Devayat Khawad present before Rajkot DCP Crime, know what was the case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X