For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 કરોડના કોકેઈન સાથે અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશી નાગરીક ઝડપાયો!

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી 20 કરોડના કોકેઈન સાથે કોકેન લાવનાર વિદેશી નાગરિકની ધરપકડ કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી 20 કરોડના કોકેઈન સાથે કોકેન લાવનાર વિદેશી નાગરિકની ધરપકડ કરી છે. ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે ચાર કિલો કોકેઈન રિકવર કરી વિદેશી આફ્રિકન નાગરિક ડેરેક પિલ્લઈની ધરપકડ કરી છે. NCB દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં પકડેલા 4 કિલો કોકેનની કિંમત 20 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

NCB

એનસીબીએ આરોપી ડેરેકની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે. સુત્રોનું કહેવુ છે કે ડેરેકના તાર દિલ્હી સાથે જોડાયેલા છે અને તે દિલ્હીથી અમદાવાદ આવી રહ્યો હતો. NCB દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ કોકેઈન દોહાથી લાવવામાં આવ્યુ હતુ. તેને દિલ્હી, અમદાવાદ સહિત દેશના અન્ય શહેરોમાં પહોચાડવામાં આવી રહ્યું હતું.

આ ઉપરાંત ગુજરાત પોલીસે 7 લાખની કિંમતના એમડી ડ્રગ્સ પણ ઝડપ્યુ છે. ડ્રગ્સની હેરાફેરીમાં પોલીસે બે તસ્કરોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે એમડી ડ્રગ્સનું આ કન્સાઇનમેન્ટ મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી કાર, મોબાઈલ અને માદક પદાર્થ સહિત દોઢ લાખની કિંમતનો સામાન જપ્ત કર્યો છે.

English summary
Foreign national caught with Rs 20 crore cocaine at Ahmedabad airport
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X