For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'હું વિષ્ણુનો અવતાર છુ, મારામાં દિવ્ય શક્તિઓ છે, મને ગ્રેજ્યુઈટી આપો', સરકારી કર્મચારીનો ડ્રામા

ગુજરાતમાં સરકારી નોકરીમાંથી મુક્ત કરી દેવામાં આવેલ એક કર્મચારીનો ડ્રામા સામાન્ય જનતાની ભાવનાઓ ભડકાવનારો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી નોકરીમાંથી મુક્ત કરી દેવામાં આવેલ એક કર્મચારીનો ડ્રામા સામાન્ય જનતાની ભાવનાઓ ભડકાવનારો છે. રાજ્યના જળ સંશાધન વિભાગના સરદાર સરોવર પુનર્વાસ એજન્સીમાં અધિક્ષક એન્જિનિયર તરીકે વડોદરા કાર્યાલયમાં કાર્યરત રહેલા વ્યક્તિએ ખુદને ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર ગણાવ્યા છે. તે કહે છે કે, 'મારી પાસે દિવ્ય શક્તિઓ છે અને જો મને તત્કાલ ગ્રેજ્યુઈટી ન આપવામાં આવી તો હું વિનાશ કરી દઈશ. દુનિયામાં દુકાળ પડશે.'

rameshchandra

એટલુ જ નહિ તે એ પણ કહે છે કે સરકારમાં રાક્ષસો બેઠા છે અને તે મને હેરાન કરી રહ્યા છે. મારી વાત માનો.. નહિતર પોતાની દિવ્ય શક્તિઓનો ઉપયોગ કરીને હું દુકાળ લાવી દઈશ કારણકે હું વરસાદ લાવવાનુ કામ કરુ છુ. આવી વાતો કરનાર વ્યક્તિનુ નામ છે રમેશચંદ્ર ફેફર. ગઈ 1 જુલાઈના રોજ રમેશચંદ્ર ફેફરે જળ સંશાધન વિભાગના સચિવના નામ એક પત્ર મોકલ્યો જેમાં લખ્યુ, 'સરકારમાં બેઠેલા રાક્ષક મારા 16 લાખ રૂપિયા નથી આપી રહ્યા અને ગ્રેજ્યુઈટી રોકીને મને હેરાન કરી રહ્યા છે.'

પત્રમાં તેમણે એ પણ લખ્યુ, 'ભારતમાં એક વર્ષ સુધી દુકાળ ન પડ્યો અને છેલ્લા 20 વર્ષોમાં સારા વરસાદના કારણે દેશને 20 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો. તેમછતાં મને મારો હક આપવામાં નથી આવી રહ્યો. આ સરકારમાં બેઠેલા રાક્ષકો મને હેરાન કરી રહ્યા છે. તો હું આ વર્ષે દુનિયાભરમાં દુકાળ લાવવા જઈ રહ્યો છુ. હું ભગવાન વિષ્ણુનો 10મો અવતાર છુ અને સતયુગમાં પૃથ્વી પર શાસન કરી ચૂક્યો છુ.'

આ મામલે ગુજરાતના જળ સંશાધન વિભાગના સચિવ એમ.કે જાધવ કહે છે કે, 'રમેશચંદ્ર ફેફર માનસિક રીતે ઠીક નથી. તેઓ રાજ્યના જળ સંશાધન વિભાગની સરદાર સરોવર પુનર્વસન એજન્સી સાથે અધિક્ષક એન્જિનિયર તરીકે તૈનાત કરવામાં આવ્યા હતા, જે નર્મદા બંધ પરિયોજનાથી પ્રભાવિત પરિવારોના પુનર્વાસની દેખરેખ કરે છે. તેમનુ કાર્યાલય વડોદરામાં હતુ. તે ફરજમાં અનુપસ્થિત રહેતા હતા. આઠ મહિનામાં માત્ર 16 દિવસ ઑફિસ આવવા માટે તેમને 2018માં કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી. યોગ્ય રીતે જવાબદારી ન નિભાવવા પર તેમને સરકારી નોકરીમાંથી સમય પહેલા સેવાનિવૃત્તિ આપી દેવામાં આવી હતી.'

જાધવે કહ્યુ, 'ફેફર મૂર્ખતાભરી વાતો કરી રહ્યા છે. મને તેમનો પત્ર મળ્યો છે જેમાં તેમણે ગ્રેજ્યુઈટી માંગી છે અને એક વર્ષના વેતનનો દાવો કર્યો છે. હવે ગ્રેજ્યુઈટીની વાત કરીએ તો તેમનો મામલો પ્રોસેસમાં છે પરંતુ તેઓ કાર્યાલય આવ્યા વિના વેતનની માંગ કરી રહ્યા છે તો કેમ આપવામાં આવે. ઉપરથી ફેફર એ પણ કહી રહ્યા છે કે તેમને એટલા માટે વેતન આપવુ જોઈએ કારણ કે તેઓ કલ્કિનો અવતાર છે અને ધરતી પર વરસાદ લાવવા માટે કામ કરી રહ્યા છે. તેઓ કહે છે કે હવે દુનિયામાં દુકાળ પડશે.'

English summary
Former Gujarat government employee Rameshchandra Fefar claims to be the ''Kalki'' avatar 10th incarnation of Lord Vishnu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X