અમદાવાદના કરિયાણા સ્ટોરમાં લાગી આગ, 4 લોકોના મોત

Subscribe to Oneindia News

અમદાવાદના નારણપુરા વિસ્તારના વરદાન ટાવરમાં નીચે આવેલા પ્રોવિઝન સ્ટોરમાં સવારે 7:15થી 7:30ની વચ્ચે આગ લાગી હતી. આ આગ એટલી ફેલાઈ હતી કે તેમાં એક જ પરિવારના 4 સભ્યો જીવતા ભૂંજાઈ ગયા હતા. પોલીસ તેમજ ફાયરના અધિકારીના જણાવ્યા અનુસાર પ્રાથમિક માહિતી પ્રમાણે આગ શોર્ટ સર્કિટના કારણે અથવા તો ગેસ લીકેજના કારણે લાગી હતી. આગની ચોક્કસ માહિતી એફએસએલના અધિકારીઓની તપાસ પછી જ જાણવા મળશે. પ્રોવિઝન સ્ટોરમાં લાગેલી આગે વિકરાળ રૂપ લેતા તેની આડમાં એક ઘર પણ સળગ્યુ હતું અને ઘરમાં રહેલા પતિ પ્તની અને પુત્ર તેમજ અન્ય એક વ્યક્તિ ભોગ બન્યા હતા.

Ahmedabad

પોલીસના જણાવ્યા પ્રમાણે જે ઘરને આગે લપેટમાં લીધું તેમાં વેન્ટિલેશન પણ નહોતું અને ઘરમાંથી નીકળવાનો એક જ રસ્તો હતો. તેથી પરિવાર ઘરની બહાર ન નીકળી શક્યો. જોકે આગની જાણ થતા ફાયરની ટીમ તુંરત ઘટનાસ્થળે પહોંચી હતી અને વિકટ પરિસ્થિતિમાં પરિવારજનોને બહાર કાઢયા હતા પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. નોંધનીય છે કે આ ઘટના બનતા અમદાવાદના મેયર ગૌતમ શાહે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

English summary
Four People Dead After Fire Broke Out In A Grocery Store In Ahmedabad’s Naranpura Area

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.