સુરતના કતારગામમાંથી નકલી ઠંડા પીણાનું કારખાનું ઝડપાયું

Subscribe to Oneindia News

સુરત શહેરના કરતારગામ વિસ્તારમાં છેલ્લા કેટલાયે સમયથી ચાલતા ઠંડા પીણાના કારખાના પર સોમવારે સીઆઇડી ક્રાઈમે રેડ પાડી હતી. સીઆઇડી એ નકલી પેપ્સીકોની ડ્યુક્સ નામની ઠંડા પીણાની બોટલ વેચવાનું કારખાનું ઝડપી પાડ્યું હતું. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમને આ અંગેની ફરિયાદ મળી હતી, જેને આધારો સોમવારે સીઆઇડી ક્રાઇમની એક ટીમ દ્વારા નકલી ઠંડા પીણાના કારખાનામાં પર રેડ કરવામાં આવી હતી. તપાસ કરતાં બહાર આવ્યું હતું કે, તેઓ પેપ્સી​કોની ડ્યુક્સ નામની ઠંડા પીણાની બોટલમાં લોકલ પીણું નાખી વેચતા હતા.

colddrink

મળતી માહિતી મુજબ, સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ વિજયનગર વિભાગ 2 માં છેલ્લા કેટલાયે સમયથી પેપ્સીકોની ડ્યુક્સ નામની ઠંડા પીણાની બોટલમાં લોકલ પીણું નાંખી વેચવામાં આવતું હતું. આ અંગે પેપ્સી કંપની દ્વારા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેને આધારે વિજયનગરમાં ચાલતા નકલી પીણાના કારખાનામાં રેડ પાડવામાં આવી હતી. સીઆઇડી ક્રાઇમની ટીમે રેડ કરી 28320 ભરેલી બોટલ, 13608 ખાલી બોટલ અને 9950 કેરેટ જપ્ત કર્યા છે. સાથે જ બોટલમાં પીણું ભરવા માટેનું એક મશીન પણ કબજે કરવામાં આવ્યું છે. સીઆઇડીની ટીમે આ કારખાનાંના સંચાલકની અટકાયત કરી કતારગામ પોલીસ સ્ટેશનમાં સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

English summary
Gandhinagar cid crime raids a fake cold drink manufacturing factory at surat.
Please Wait while comments are loading...