ગુજરાત કોંગ્રેસને આંચકો : ગાંધીનગરમાં 9 સભ્યો ભાજપમાં જોડાયા

ગાંધીનગર, 4 ઓગસ્ટ : ગુજરાતમાં કોંગ્રેસને એક પછી એક આંચકા મળવાનો સિલસિલો ચાલુ છે. થોડા દિવસો પહેલા જૂનાગઢ મહાનગર પાલિકા ભાજપના હાથમાં સરકી ગયા બાદ કોંગ્રેસને ગાંધીનગર પંચાયત તરફથી આંચકો મળ્યો છે. જેના કારણે ગુજરાતમાં વિધાનસભા, લોકસભા અને હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોંગ્રેસનું પતન થઇ રહ્યં છે.

ગાંધીનગર જિલ્લા પંચાયતથી કોંગ્રેસે ઉત્તર ગુજરાતમાં એક માત્ર સત્તા સ્થાન ગુમાવ્યું છે. ગાંધીનગર જિલ્લા પંચાયતના આઠ સભ્યો ભાજપમાં જોડાવાની સાથે આ ગઢના કાંગરા પણ ખરી પડયા. ભાજપે 2012માં ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસની સત્તા તોડી પાડી છે. હવે જિલ્લા પંચાયતમાં તોડફોડમાં ભાજપને સફળતા મળી છે.

4-8-2014-1

વાસ્તવમાં કોંગ્રેસે ગાંધીનગર જિલ્લા પંચાયતમાં દરેક વર્ષે એક મહિલાને પ્રમુખ બનાવવાનો નિર્ણય લીધો હતો પરંતુ અમલ કર્યો ન હતો. જેના કારણે ગાંધીનગર કોંગ્રેસના મહિલા નેતા હિના પટેલને પ્રમુખ પદ ચોથા વર્ષે મળ્યું હતું. કોંગ્રેસ હાઇકમાન્ડે તેમને પ્રમુખ પદ છોડવા કહ્યું અને હિનાબહેન તૈયાર ન હતા.

છેવટે વાટાઘાટો બાદ આ મામલો ભાજપ સાથે ફીટ થયો અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા ધરાશાયી કરવાનો નિર્ણય લોવામાં આવ્યો. જિલ્લામાં કેટલાયે સક્ષમ નેતા હોવા છતાં હવે ભાજપ હિનાબહેનને પ્રમુખ તરીકે ચાલુ રાખશે અને આવતા વર્ષે ચૂંટણી થાય ત્યાં સુધી સત્તા ભોગવશે. સ્વાભાવિક રીતે દાવાઓ કંઈક અલગ જ થઈ રહ્યાં છે.

ગુજરાતમાં જ્યાં પણ સત્તા કોંગ્રેસ પાસે હોય તો જવામાં વાર નથી લાગી રહી. બીજી તરફ ગુજરાતમાં ભાજપના સભ્યોને તોડવાનું કામ કોંગ્રેસ માટે અઘરું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X