250 કરોડના ખર્ચે થશે ગાંધીનગર રેલ્વે સ્ટેશનું કાયાકલ્પ, જાણો ખાસ વાત

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર રેલ્વે સ્ટેશન 250 કરોડના ખર્ચે કાયાકલ્પ કરવામાં આવશે. જેનું ખાતમૂહર્ત 9મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે ગાંધીનગરના આ રેલ્વે સ્ટેશનની કાયાકલ્પ કરવાની અને 5 સ્ટાર હોટલ બનાવવાની જાહેરાત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી. ત્યારે આ રેલ્વે સ્ટેશનની કાયાકલ્પ કેવી રીતે કરવામાં આવશે તે અંગે રસપ્રદ માહિતી વાંચો અહીં....

gandhinagar railway station

રેલ્વે ટ્રેક પર હોટલ
નોંધનીય છે કે આ પ્રોજેક્ટ હેઠળ પહેલી વાર કોઇ પાંચ સ્ટાર હોટલ રેલ્વે ટ્રેક પાસે બની રહી છે. આ પાંચ સ્ટાર હોટલમાં 300 રૂમો બનાવવામાં આવશે. જેથી કરીને મહાત્મા ગાંધી મંદિર અને રેલ્વે સ્ટેશનને એકબીજા સાથે જોડી શકાય. જેથી કરીને આવનારા સમયમાં જ્યારે પણ વાઇબ્રન્ટ ગુજરાત કે અન્ય આવા મોટા કાર્યક્રમો થાય ત્યારે વિદેશી મુલાકાતીઓને અને પ્રવાસીઓને સરળતા પડે.
ખાસ વાતો
આ નવી બિલ્ડીંગમાં 6,8 અને 10 માળના ટાવર જોવા મળશે. જેમાં 200 જેટલા ટૂ વ્હિલર્સ અને 1000 જેટલી કાર તથા 100 જેટલી રિક્ષાઓનું પણ પાર્કિંગ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. વળી આ ઇમારતમાં ફૂડ સ્ટોલ, દૂકાનો અને વાઇફાઇ સુવિધા પણ આપવામાં આવશે. જેથી કરીને લોકોને યુઝર ફ્રેન્ડલી વાતાવરણ મળી શકે.

ગાંધીનગરની શાન

નોંધનીય છે કે અત્યાર સુધી ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરને ગાંધીનગરની શાન માનવામાં આવતું હતું. ત્યારે આ રેલ્વે સ્ટેશનના આધુનિકરણ બાદ ગાંધીનગરની શાનમાં વધારો થશે તે વાત નક્કી છે. સાથે જ ગાંધીનગરમાં જોવા લાયક સ્થળોની જગ્યા પણ વધશે.

English summary
Gandhinagar railway makeover 5 star hotel on railway track and many more. Read here the complete details.
Please Wait while comments are loading...