રાજકોટમાં મોડી રાતે ગેંગ વોરમાં સામસામી હત્યા, પરિવારજનોનો એંકાઉંટરનો આરોપ

Subscribe to Oneindia News

રાજકોટમાં આજી ડેમ જીઆઇડીસી વિસ્તારમાં શહેરના બે નામચીન અને રીઢા ગુનેગારો વચ્ચે મોડી રાતે ગેંગવોર થયુ હતુ. પોલિસના જણાવ્યા અનુસાર બંને રીઢા ગુનેગારો વચ્ચે લૂટના માલની વહેંચણી મુદ્દે તકરાર થઇ હતી. જેમાં બંને ગુનેગારોએ સામસામે લાકડી અને પાઇપો વડે હુમલો કર્યો હતો.

prakash

આ ગેંગવોરમાં શહેરના નામચીન ગુનેગારો શક્તિ ઉર્ફે પેંડો અને પ્રકાશ લુણાગરિયાની સામસામી હત્યા થઇ હતી. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલિસે સામસામી હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

shakti

જો કે શક્તિની માતા ગીતાબેને આક્ષેપ કર્યો છે કે તેમના પુત્રનું એનકાઉંટર કરવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે તેમણે દારુનો ધંધો કરીને દીકરાને મોટો કર્યો છે. તે પોલિસને હપ્તા પણ આપે છે. છેલ્લા થોડા સમયથી પોલિસ તેમને અને તેમના દીકરાને હેરાન કરતી હતી. ઉલ્લેખનીય છે કે શક્તિએ થોડા સમય પહેલા રાજકોટના બી ડિવિઝન પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરતદાન ગઢવીની હત્યા કરી હતી. તે સગીરાની છેડતી, કાકા-ભત્રીજા પર હુમલાનો પ્રયાસ જેવા ઘણા ગુનાઓમાં સંડોવાયેલો હતો.

English summary
gangwar in rajkot, double murder
Please Wait while comments are loading...