For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી તા.૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં ૧૩મા તબક્કાનું રાજ્યવ્યાપી આયોજન

મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, આગામી તા.૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં ૧૩માં તબક્કાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તા.૧૪મી ઓક્ટોબરે તાપીથી અને તા.૧૫

|
Google Oneindia Gujarati News

મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, આગામી તા.૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં ૧૩માં તબક્કાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તા.૧૪મી ઓક્ટોબરે તાપીથી અને તા.૧૫મી ઓક્ટોબરે ગીર સોમનાથથી રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે. તે ઉપરાંત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રીઓ તથા પદાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Bhupendra patel

શિક્ષણ મત્રી વાઘાણીએ કહ્યુ છે કે, રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ દ્વારા લાભાર્થીઓને એક જ સ્થળે પુરા પાડવા અને જરૂરિયાતમંદોને લાભો પહોંચે તે માટે વચેટિયાઓને દૂર કરી સીધા પારદર્શી રીતે લાભો મળી રહે તે હેતુસર વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૯-૧૦થી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવી આ નવતર અભિગમ વિકસાવ્યો હતો. અત્યાર સુધી ૧૨ તબક્કાઓનું આયોજન થઈ ચૂક્યું છે. જેમાં કુલ ૧૫૬૭ ગરીબ કલ્યાણ મેળાઓ થકી ૧.૬૫ કરોડ લાભાર્થીઓને રૂ. ૩૪,૫૯૬ કરોડથી વધુ રકમની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે.

આ ૧૩માં તબક્કામાં લાભાર્થીઓ-દરિદ્રનારાયણને કરોડો રૂપિયાના સાધન-સહાય અને વ્યક્તિગત સહાયનું રાજ્યવ્યાપી વિતરણ થવાનું છે. ૩૩ જિલ્લાઓમાં ૩૭ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાઓમાં અપાતી સાધન સહાયમાં મળતા સાધનો ગુણવત્તાયુક્ત પુરા પાડવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા મુખ્યમંત્રી કક્ષાએથી સંબંધિતોને સુચનાઓ આપવામાં આવી છે.

English summary
Garib Kalyan Mela will be held in the state from October 14
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X