ગુજરાતની પહેલી મહિલા ઇન્ચાર્જ ડીજીપી બની ગીથા જોહરી

Posted By:
Subscribe to Oneindia News

ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આજે સત્તાવાર રીતે ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે ગીથા જોહરીના નામ પર મોહર લગાવી છે. આ સાથે જ ગીથા જોહરી ગુજરાતની પહેલી મહિલા ઇન્ચાર્જ ડીજીપી બનશે. નોંધનીય છે કે ગીથા જોહરી 1982ના બેચના આઇ.પી.એસ અધિકારી છે.

Geetha johari

સુપ્રીમ કોર્ટ દ્વારા પી.પી.પાન્ડેયને સેવામાંછી મુક્ત કરવાના આદેશ આપ્યા પછી તેમણે બે દિવસ પહેલા જ રાજીનામું આપતા સીનિયોરીટીની રીતે ગીથા જોહરી પર રાજ્ય સરકારે પસંદગી ઉતારી છે. નોંધનીય છે કે તેઓ ગુજરાત કેડરના પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી હતા.

જો કે મહત્વની વાત તે પણ છે કે નવેમ્બરમાં ગીથા જોહરી નિવૃત્ત થવાના છે. અને નવેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે તે પહેલા ગીથાની આ નિમણૂકે અનેક સવાલ પણ ઊભા કર્યા છે. ત્યારે જોવાનું તે રહે છે કે ચૂંટણી વખતે ગીથાને જ ઇન્ચાર્જ ડીજીપી રહેવા માટે એક્સટેન્ડ કરવામાં આવે છે કે પછી પ્રમોદકુમાર અને શિવાનંદ ઝા, જે પણ આ દોડમાં હતા તેમને મોકો આપવામાં આવે છે.

English summary
Geetha johri became Gujarat first women in charge DGP. Read more on this here.
Please Wait while comments are loading...