ગીર સોમનાથમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ પાંચ વર્ષ માટે ગેરલાયક ઠર્યા

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ભાજપ એક તરફ ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિજય પરચમ લહેરાવી રહ્યુ છે પરંતુ પોતાના ગઢ ગુજરાતમાં થોડા થોડા દિવસે ભાજપ કાર્યકરો અને પ્રમુખોને લગતી કોઈ ને કોઈ મુશ્કેલીનો સામનો કરતં રહે છે થોડા દિવસ પહેલા જ જ્યાં ધારાસભ્યોને માંડ માંડ મનાવીને ગમતા હોદ્દા આપીને શાંત કર્યા હતા. ત્યાં ગીર સોમનાથના તત્કલિન સરપંચ અને તાલાલા તાલુકાના ભાજપ ઉપપ્રમુખ વિજય કનેરિયાને જિલ્લા વિકાસ અધિકારીએ પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે.

Gir Somnath bjp uppramukh

જિલ્લા વિકાસ અધિકારીએ અશોક શર્માએ આ નિર્ણ આજે જાહેર કર્યો હતો. સ્થાનિક સૂત્રના જણાવ્યા પ્રમાણે સમગ્ર ઘટના એવી હતી કે તાલાલ તાલુકામાં આવતી ઘાવા પંચાયતના વિજય ભાઈ સરપંચ હતા તે સમયે તેમણે ગામ પંચાયતમાં ઠરાવ મૂક્યા વિના જ પાણી પુરવઠા માટેના કામો શરૂ કર્યા હતા અને તેમાં ઘણી ગેરરિતી આચરી હતી તો તેમણે ગામમાં વોટરશેડના તેમજ આરસીસી રોડના કામમાં પણ ગેરરિતી આચરી હતી .અને સ્થાનિકોએ આ કામમાં વિજય કનેરિયા દ્વારા મોટા ફાયે ભ્રષ્ટાચાર આચર્ય હોવાની પણ વ્યાપક ફરિયાદો કરતી હતી. તેના પરિણામે આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી હતી. જેના ફળસ્વરૂપે વિજય કનેરિયાને પદ પરથી હટાવવામાં આવ્યા છે.

ઉલ્લલેખનીય છેકે વિજય કનેરિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ હોવાથી અને તેઓ ગેરરિતીના કારણોસર પદ માટે ગરલાયક ઠર્યા હોવાથી સ્થાનિક ભાજપમાં સોંપો પડી ગોય હતો. એક સ્થાનિક યુવકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે જ્યારે વિકાસકાર્યો થઈ રહ્યા હોય ત્યારે આ પ્રકારના માણસો પક્ષમાં રહીને ગેરરિતી આચરે છે તેની નકારાત્મક અસર ભાજપ પર થાય છે. જે બાબત સાચી હશે તે સામે આવીને જ રહેશે અન તેમણે ઉમેર્યું હતું કે લોકો રાજકારણમાં સેવા કરવાના નામે આવે છે પરંતુ આ રીતે ભષ્ટ્રાચાર આચરતા આવા નેતાઓ લોકોની નજરમાંથી ઉતરી જાય છે.

જોકે સ્થાનિકોએ જીલ્લા વિકાસ અધિકારીને આવો નિર્ણય લેવ બદલ બિરદાવ્યા પણ હતા. તો આ અંગે વિજયભાઈ કનેરિયાની પ્રત્યાઘાતો પ્રાપ્ત થઈ શક્યા નથી. પદ પરથી ગેરલાયક ઠર્યઆ બાદ હવે તેઓ કોની સામે રજૂઆત કરે છે તે જોવું રહ્યું.

English summary
Gir Somnath bjp uppramukh can not fight election for 5 years.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.