For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેલ થવાની બીકે વિધાર્થીએ આત્મહત્યા કરી, 10માં પાસ થયો

ગુજરાત બોર્ડનું મંગળવારે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું મોટાભાગના શહેરોનું પરિણામ સારું રહ્યું.

|
Google Oneindia Gujarati News

ગુજરાત બોર્ડનું મંગળવારે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું મોટાભાગના શહેરોનું પરિણામ સારું રહ્યું. પરંતુ કેટલાક વિધાર્થીઓ પોતાનું ખરાબ પરિણામ જોઈને હતાશ થઇ ગયા, જયારે કેટલાક લોકોમાં ફેલ થવાની બીક પણ હતી. વડોદરા જિલ્લામાં એવી જ એક વિધાર્થીની કાજલ તડવી 42 ટકા સાથે પાસ થઇ, પરંતુ તેના માતાપિતા તેની પરિણામ જોઈને રડી પડ્યા. તેમના રડવાનું કારણ ખુબ જ દુઃખદ છે કારણકે તેમની દીકરી કાજલે પરીક્ષામાં ફેલ થવાની બીકે એક દિવસ પહેલા જ આત્મહતાય કરી લીધી હતી.

પરિણામના એક દિવસ પહેલા જ આત્મહત્યા કરી

પરિણામના એક દિવસ પહેલા જ આત્મહત્યા કરી

મૃતક કાજલની માતા સવિતાબેનનું કહેવું છે કે તેમની દીકરી કાજલ એક ખુશમિજાજ છોકરી હતી. તેના આગ્રહ પર અમે ઉધાર પૈસા લઈને તેનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેના માટે ટ્યુશન જરૂરી હોવાને કારણે આખું વર્ષ તેને ટ્યુશન માટે પણ મોકલી હતી. તે પોતે પણ ઘણી મહેનત કરી રહી હતી, પરંતુ પરીક્ષા પુરી થયા પછી તે ચિંતામાં રહેવા લાગી.

દીકરી ચાલી ગઈ, હવે અમે પણ આ ઘરમાં નહીં રહીયે

દીકરી ચાલી ગઈ, હવે અમે પણ આ ઘરમાં નહીં રહીયે

મારા લાખ સમજાવ્યા પછી પણ ફેલ થવાનો ડર તેના મગજમાં બેસી ગયો હતો, જેને કારણે પરિણામના એક દિવસ પહેલા તેને આત્મહત્યા કરી લીધી. આજે તેની પરિણામ આવ્યું છે અને તે 42 ટકા સાથે પાસ થઇ છે. પરંતુ અમારી દીકરી નથી રહી હવે એવું લાગે છે કે તેની મૌત પછી અમે પણ આ ઘરમાં નહીં રહી શકીયે. અમે મકાન બદલવાનો નિર્ણય કરી લીધો છે, હવે દીકરાને ભણાવીને કાજલની છેલ્લી ઈચ્છા પુરી કરીશુ.

ગુજરાત રાજ્યનું ધોરણ 10નું પરિણામ જાહેર

ગુજરાત રાજ્યનું ધોરણ 10નું પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ છે. પરિણામ જીએસઈબીની અધિકૃત વેબસાઈટ પર www.gseb.org મૂકવામાં આવ્યુ છે. સમગ્ર રાજ્યનું 66.97% પરિણામ જાહેર થયુ છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 79.63% પરિણામ આવ્યુ છે. સૌથી ઓછુ પરિણામ છોટા ઉદેપુરનું 46.38% પરિણામ આવ્યુ છે. ગુજરાતમાં કુલ 11,59,762 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 7,05,465 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થીનીઓ હતી.

English summary
Gujarat GSEB 10th Result 2019: Girl killed herself in Fear to failling in 10th class, but after A day, she is passed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X