For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાથી જનતાને બચાવવા કોંગ્રેસી નેતાઓને પણ કામ આપોઃ હાર્દિક પટેલ

કોરોનાથી જનતાને બચાવવા કોંગ્રેસી નેતાઓને પણ કામ આપોઃ હાર્દિક પટેલ

|
Google Oneindia Gujarati News

ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે રાજ્યમાં કોરોના વાયરસની બીજી ઘાતક બનતી લહેર વચ્ચે સીએમ વિજય રૂપાણીને અપીલ કરી છે કે જનતાની મદદ કરવા માટે તેમને કામ આપો. હાર્દિક પટેલે ટ્વીટ કરતાં મુખ્યમંત્રીને અનુરોધ કર્યો કે કોરોના મહામારીમાં લોકોની મદદ કરવા માટે કોંગ્રેસને મંજૂરી આપો.

Hardik Patel

હાર્દિક પટેલે આજે સવારે ટ્વીટ કર્યું કે, 'વિજયભાઈ રૂપાણી અમે તમને ગુજરાતની જનતાને કોરોના મહામારીથી બચાવવા અને મદદ કરવા માટે વિનંતી કરીએ છીએ. અમારી કોંગ્રેસ પાર્ટી પાસે 65 ધારાસભ્યો છે ત્યારે તમે અમને પણ કામ જણાવો જેથી સરકારની જનતાના હિતમાં મદદ કરી શકીએ. આ મહામારીમાં સાથે મળી કામ કરવું પડશે.' બીજા ટ્વીટમાં તેમણે લખ્યું કે, 'કોરોના મહામારીમાં સરકાર તો સાચું નહિ બોલે પરંતુ સ્મશાન ઘાટ સાચું બોલી રહ્યાં છે.'

અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ લોકોને મફત વિતરણ માટે રાજ્ય સરકાર પાસેથી 10,000 રેમડેસિવિર ઈંજેક્શનની માંગ કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસે કોરોના વાયરસના દર્દીની મદદ માટે એક હેલ્પલાઈન નંબર 9099902255 લૉન્ચ કર્યો.

સીએમને હાર્દિક પટેલની વિનંતી

અન્ય એક ટ્વીટમાં હાર્દિક પટેલે લખ્યું હતું કે, 'ગુજરાતની જનતા આખરે કઈ કઈ વસ્તુઓ માટે લાઈનો લગાવતી રહેશે. પહેલાં કોરોના ટેસ્ટ માટે લાઈનમાં લાગો, પછી હોસ્પિટલમાં બેડ માટે લાઈનમાં લાગો, પછી રેમડેસિવિર ઈંજેક્શન માટે લાઈનમાં લાગો અને હવે પોતાના પરિજનોની લાશ માટે પણ લાઈનમાં લાગવું પડે છે. જનતાને આ સરકાર કેટલી પરેશાન કરશે.'

કોંગ્રેસે હેલ્પલાઈન નંબરની ઘોષણા કરી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ શુક્રવારે રાજ્ય સરકાર સમક્ષ 10 હજાર રેમડેસિવિર ઈંજેક્શનની માંગ કરી જેથી લોકોમાં મફત ઈંજેક્શન વહેંચી શકાય. કોંગ્રેસે કોરોનાવાયરસના દર્દીની મદદ માટે એક હેલ્પલાઈન 9099902255 પણ લૉન્ચ કર્યો છે. અમિત ચાવડાએ કહ્યું કે હેલ્પલાઈન નંબરનો ઉપયોગ કરનાર કોઈપણ વ્યક્તિ કોરોના વાયરસ વિશે કોઈપણ જાણકારી અને માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે છે. ચાવડાએ કોરોનાવાયરસની સ્થિતિને જોતાં એક સર્વદળીય બેઠકની માંગ પણ કરી છે.

OLX પર રેમડેસિવિર વેચાણની પોસ્ટ વાયરલ, લોકોએ કાર્યવાહીની માંગ કરીOLX પર રેમડેસિવિર વેચાણની પોસ્ટ વાયરલ, લોકોએ કાર્યવાહીની માંગ કરી

English summary
Give work to Congress leaders to save the people from Corona: Hardik Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X