પંચમહાલઃ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2 જૂથો વચ્ચે પથ્થરમારો

Subscribe to Oneindia News

કાંકણપુર ગ્રામપંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી વિવાદમાં છે. અગાઉ પણ જ્યારે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાવાની હતી, તેના એક દિવસ અગાઉ વોર્ડ નં 6ના સભ્યનું અપહરણ થઇ જતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને ચૂંટણીને મોકૂફ રાખવામાં હતી. વોર્ડ નં 6 સભ્ય મળ્યા બાદ ફરી ચૂંટણી યોજાવામાં આવી, જેમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે.

panchamahal

ચૂંટણી પૂર્વે એક જૂથે વિરોધ નોંધાવતા પંચાયતની તાળાબંધી કરી હતી, જેને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. બંને પક્ષના ટોળા સામસામે આવી જતા પથ્થરમારો કર્યો હતો. ટોળાને કાબુ કરવા માટે પોલીસે એક ટીયર ગેસનો સેલ છોડ્યો હતો. પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટોળાને પંચાયત ઓફીસથી દુર કરી પંચાયતના તાળા ખોલાવ્યા હતા. ત્યાર બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડે.સરપંચની ચુટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

panchamahal

અગાઉ પણ થઇ હતી મારામારી

પંચમહાલ જીલ્લામાં કાંકણપુર ગ્રામ પંચાયતની અગાઉ યોજાયેલી પણ ચૂંટણી પૂર્વે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી, જેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યાર બાદ તા. 2 મેના રોજ ડે.સરપંચની વરણી થવાની હતી. ત્યારે સભ્યનું અપહરણ થતાં ચૂંટણી મોકુફ રાખવામાં આવી હતી.

શું છે આખો મામલો?

તંત્ર દ્વારા ડે.સરપંચની વરણી માટેની તારીખ જાહેર કરવામાં આવતા ચૂંટણી અધિકારી વરણી માટે કાંકણપુર પંચાયતે પહોચ્યા ત્યારે એક જૂથના ઉમેદવારના સમર્થકોએ વિરોધ કરીને પંચાયતને તાળાબંધી કરી દીધી હતી. વાતાવરણ ઉગ્ર બન્યું હતું, ચૂંટણીના વિરોધ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ ઓફીસ પાસે બેસી ગઇ હતી. આ અંગે ચૂંટણી અધિકારી તથા તલાટી કમ મંત્રીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે લોકોને શાંતિપુર્વક સમજાવી ચૂંટણી પ્રક્રિયામાં સાથ આપવાની વાત કરી હતી, પરંતુ કેટલાક લોકો સમજવા તૈયાર ન હતા.

આ દરમ્યાન બંન્ને પક્ષના લોકો મોટી સંખ્યામાં લાકડીઓ સાથે સામસામે એકત્ર થઇ ગયા હતા. પોલીસે અને ચૂંટણીના અધિકારીઓને લોકો ધક્કા મારી રહ્યા હતા. ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવાની સાથે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસે પરિસ્થિતિને કાબુમાં કરી ચૂંટણી પ્રક્રિયાને ચાલુ કરાવી હતી. ચૂંટણી અધિકારી તથા તલાટી કમ મંત્રીને સુરક્ષા માટે પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. કાંકણપુર ગામમાં પરિસ્થિતી વણસે નહિ તે માટે વધુ પોલીસની ટીમ મંગાવી લેવામાં આવી હતી. જેમા ગોધરા એલ.સી.બી., તાલુકા પોલીસ સ્ટેશન, ગોધરા એ ડિવીઝન, વેજલપુર સહિત અન્ય જગ્યાએથી પોલીસ બોલાવવામાં આવી હતી.

English summary
Godhra: In the election of Deputy Sarpanch in Kankanpur village Panchayat in two groups stoned to face
Please Wait while comments are loading...