For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યમાં વરસાદને લઈને સારા સમાચાર, આ તારીખે વરસાદની આગાહી!

રાજ્યમાં વરસાદ ખેંચાતા હવે દિવસે દિવસે ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે ત્યારે એર સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં લાંબા વિરામ બાદ હવે વરસાદી માહોલ જામવા જઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં વરસાદ ખેંચાતા હવે દિવસે દિવસે ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે ત્યારે એર સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં લાંબા વિરામ બાદ હવે વરસાદી માહોલ જામવા જઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ વર્ષી શકે છે.

Rain Forecast

રાજ્યમા હજુ પણ 48 ટકા વરસાદની ઘટ છે. રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણીનો પુરતો જથ્થો નથી. જળાશયોના તળીયા દેખાતા સરકારની પણ ચિંતા વધી રહી છે ત્યારે હવામાન વિભાગે હવે સારા સમાચાર આપ્યા છે. રાજ્યમાં 17 ઓગસ્ટ બાદ ફરીથા ચોમાસું સક્રિય થશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓગસ્ટના અંત સુધીમાં સારો વરસાદ પડી શકે છે, 19 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની પણ સંભાવના છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવે રાજ્યમાં ચોમાસું સક્રિય થશે.

હાલ રાજ્યાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ નથી. કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે. અમદાવાદમાં પણ હવામાન પલટાઈ રહ્યુ છે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા હોવાના પણ સમાચાર છે. રાજ્યમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં 51.63 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ફરી વરસાદ ખેંચાતા પાકને નુક્સાનની સંભાવના છે.

English summary
Good news for rain in the state, rain forecast for this date!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X