For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે અંકલેશ્વર ખાતે ભારત બાયોટેકના રસી ઉત્પાદન એકમને આપી મંજૂરી

ભારત સરકારે સૌપ્રથમ સ્વદેશી રીતે વિકસિત કોવિડ 19 રસી કોવેક્સીનના ઉત્પાદન માટે દક્ષિણ ગુજરાતના અંકલેશ્વરમાં ભારત બાયોટેકની ઉત્પાદન યુનીટને મંજૂરી આપી છે.

|
Google Oneindia Gujarati News

ભારત સરકારે સૌપ્રથમ સ્વદેશી રીતે વિકસિત કોવિડ 19 રસી કોવેક્સીનના ઉત્પાદન માટે દક્ષિણ ગુજરાતના અંકલેશ્વરમાં ભારત બાયોટેકની ઉત્પાદન યુનીટને મંજૂરી આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારના રોજ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ભારત સરકારે ગુજરાતના અંકલેશ્વરમાં ભારત બાયોટેકના કોવાક્સિનના ઉત્પાદન માટે રસી ઉત્પાદન યુનીટને મંજૂરી આપી છે.

માંડવિયાએ તેમના ટ્વિટમાં લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વેક્સીન ફોર ઓલ એન્ડ વેક્સીન ફોર ફ્રી' ના દ્રષ્ટિકોણને અનુરૂપ આ પહેલ રસીની ઉપલબ્ધતામાં વધારો કરશે અને વિશ્વની સૌથી મોટા રસીકરણ અભિયાનને વેગ આપશે. કોવેક્સિન ઉત્પાદન ક્ષમતા વધારવાના તેના પ્રયાસોના ભાગરૂપે ભારત બાયોટેક દ્વારા આ વર્ષે મે મહિનામાં જાહેરાત કરી હતી કે, તે અંકલેશ્વરમાં તેની પેટા કંપની ચિરોન બેહરિંગ રસીઓના યુનીટનો ઉપયોગ કરશે.

Bharat Biotech

ભારત બાયોટેક દ્વારા મે મહિનામાં જણાવવામાં આવ્યું હતું કે, ભારત બાયોટેક અંકલેશ્વર યુનીટ ખાતે વાર્ષિક 200 મિલિયન ડોઝ કોવાક્સિનનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે અને આ પ્લાન્ટમાં ઉત્પાદનની ઉપલબ્ધતા 2021ના ચોથા ક્વાર્ટરથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, ભારત બાયોટેકે આ અંકલેશ્વર યુનીટને ગ્લેક્સોસ્મિથક્લાઇન એશિયા પાસેથી ચીરોન બેહરિંગ રસીઓના હસ્તાંતરણના ભાગરૂપે હસ્તગત કરી હતી.

ભારત બાયોટેક દ્વારા તાજેતરમાં આપેલા નીવેદમ મુજબ જૂનની શરૂઆતથી માલુર, કર્ણાટક અને અંકલેશ્વર ખાતે અમારી સાઇટ્સ પર કોવેક્સિનનું ઉત્પાદન શરૂ થયું છે, જે પહેલા સાધનોની કાર્યક્ષમતાનો અભ્યાસ કરવા માટે એન્જિનિયરિંગ બેચ પણ ચલાવવામાં આવ્યા હતા. આ યુનીટમાંથી ઉત્પાદિત ઉત્પાદનો સપ્ટેમ્બરમાં પુરવઠા માટે ઉપલબ્ધ થશે. આ કંપનીના ઉત્પાદન, પરીક્ષણ, પ્રકાશન, નિયમનકારી મંજૂરીઓ અને વિતરણ માટે 120 દિવસની ટાઇમલાઇન પર આધારિત છે.

થોડા દિવસો પહેલા રાજ્યસભામાં લેખિત જવાબમાં માંડવિયાએ જણાવ્યું હતું કે, સરકારે કોવેક્સિન ઉત્પાદનને ગુજરાત કોવિડ વેક્સીન કોન્સોર્ટિયમ (GCVC)માં ટેકનોલોજી ટ્રાન્સફર કરવાની સુવિધા પણ આપી છે. કન્સોર્ટિયમનું નેતૃત્વ રાજ્ય સરકારના ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) કરે છે. કન્સોર્ટિયાના અન્ય સભ્યો હેસ્ટર બાયોસાયન્સ અને ઓમ્નીબીઆરએક્સ બાયોટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ છે.

મંત્રીએ જણાવ્યું કે, કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળ બાયોટેકનોલોજી વિભાગે ઈન્ડિયન કોવિડ 19 વેક્સીન ડેવલોપમેન્ટ મિશન શરૂ કર્યું છે. આ મિશન હેઠળ ભારત બાયોટેક અને એક રાજ્ય જાહેર ક્ષેત્રના સાહસ અને હાફકીન બાયોફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડ - મુંબઈ, ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ - હૈદરાબાદ, અને ભારત ઇમ્યુનોલોજિકલ એન્ડ બાયોલોજિકલ લિમિટેડ - બુલંદશહેર, કોવેક્સિનના ઉત્પાદન માટે યુનીટ વધારવા માટે સપોર્ટ કરવામાં આવ્યો છે.

English summary
The Government of India has approved Bharat Biotech's production unit at Ankleshwar in South Gujarat for the production of the first indigenously developed Covid 19 vaccine covacin. Union Health Minister Mansukh Mandvia tweeted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X