મહિલા અને બાળકોની તંદુરસ્તી માટે સરકારનુ પોષણ અભિયાન એટલે 'પૂર્ણા યોજના'

રાજ્યમાં મહિલાઓ અને બાળકો કુપોષણનો શિકાર ન બને અને તેમનો શારીરિક વિકાસ થાય તે માટે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ દ્વારા પોષણ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.

ગાંધીનગરઃ રાજ્ય સરકારે મહિલાઓ અને બાળકોના સર્વાંગી વિકાસ અને તંદુરસ્તી માટેની અનેક યોજનાઓ અમલમાં મૂકેલી છે. રાજ્યમાં મહિલાઓ અને બાળકો કુપોષણનો શિકાર ન બને અને તેમનો શારીરિક વિકાસ થાય તે માટે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ દ્વારા પોષણ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને પૂર્ણા યોજના એટલે કે પ્રિવેન્સન ઓફ અન્ડર ન્યુટ્રીશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રીશનલ એનિમિયા. આ યોજના કિશોરીઓ અને ભવિષ્યની માતા-દિકરીઓના શારીરિક તંદુરસ્તી અને તેમની પોષણક્ષમતા વિકસાવી તેમના આરોગ્યની દરકાર કરતી યોજના છે.

poshan yojana

રાજ્ય સરકાર દ્વારા આ પૂર્ણા યોજનાની શરૂઆત જૂલાઇ 2018માં કરવામાં આવી છે. સામાન્યતઃ 15 વર્ષથી 18 વયની વયજૂથની દિકરીઓને પુરક પોષણ, આરોગ્ય તથા શિક્ષણ પ્રાપ્ત થાય અને યોગ્ય પોષણક્ષમ આહાર દ્વારા તેમનો તંદુરસ્ત વિકાસ થાય તે માટે આ પૂર્ણા યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં શરૂઆતમાં રાજ્ય સરકારે 277 કરોડ રાજ્ય સરકારે ખર્ચ કર્યા હતા. સરકારની એડલસન્ટ ગર્લ્સ માટેની આ યોજના રાજ્યના જે જિલ્લાઓમાં મહિલા પોષણક્ષમતામાં પાછળ છે. જેના કારણે સગર્ભાવસ્થા દરમિયાન તેમના આરોગ્ય સાથે ખતરો મંડાય છે, બાળક કુપોષિત જન્મે છે, મહિલા કે બાળકના મૃત્યુના બનાવો બને છે. આ પ્રકારની સ્થિતિને ડામવા અને તંદુરસ્ત મહિલા એક તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે તે ઉદેશ્યથી આ યોજના શરૂ કરવામાં આવી છે.

રાજ્યની 53 હજાર આંગણવાડી કેન્દ્રો થકી આ યોજના અમલી કરવામાં આવી છે. જેના થકી 60 લાખ જેટલી કિશોરી લાભાર્થીઓને સાંકળી તેમને પોષણક્ષમ અને શારીરિક વિકસિત કરવામાં આવી છે. મહિલાઓમાં તેમના શારીરિક વિકાસ અને સામાજિક દાયિત્વ અંગે માહિતગાર કરવામાં આવે છે. આ પૂર્ણા યોજના અંગે ગાંધીનગરના પારૂલ ઠાકોરે જણાવ્યુ હતુ કે તરૂણ અવસ્થાની દીકરીઓમાં શારીરિક કમજોરીનુ પ્રમાણ હોવાના કારણે માતા બનતી વખતે તેમના આરોગ્યને અસર થાય છે. સરકારની પૂર્ણા યોજના થકી તેમને પોષણક્ષમ કીટ આપવામાં આવે છે. જેના આહારથી તેમનામાં શારીરિક કમજોરી દુર થાય છે. આ રીતે ભવિષ્યની માતા બનનાર દિકરીઓના આરોગ્યની ચિંતા અંગે ગીતાબેને જણાવ્યુ હતુ કે સગર્ભાવસ્થા પહેલા શારીરિક કમજોરી હોવાના કારણે આંગણવાડીમાંથી ઉપલબ્ધ આહારનુ સેવન કર્યુ, જેનાથી જરૂરી પોષકતત્વો અને વિટામિન્સ મળતાં તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો જે બાળક પણ સંપુર્ણ તંદુરરસ્ત અને રોગમુક્ત છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યમાં 'મહિલા વિકાસ થકી રાષ્ટ્ર વિકાસ' પગલે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. સરકાર દ્વારા દર મહિને આ કિશોરીઓ માટે યોગ્ય ન્યુટ્રીશન્સ યુક્ત આહાર આ આંગણવાડી કેન્દ્રો થકી પહોંચાડવામાં આવે છે. 42 લાખ મહિલા લાભાર્થીઓને આ યોજના થકી 16000 મેટ્રીક ટન પોષણયુક્ત રાશન કીટ આપવામાં આવે છે. મુખ્યમંત્રી દ્વારા બજેટમાં 220 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ફોર્ટીફાઇડ આટો, આયોડિનયુક્ત મીઠું, અન્ય વિટામિન્સ યુક્ત આહાર સહિતની કીટ પહોંચાડવામાં આવે છે. રાજ્ય સરકાર મહિલાઓના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે, મહિલાઓને રાશન કીટની સાથે તેમનુ કૌશલ્યબદ્ધ મહિલાકર્મીઓ દ્વારા કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. જેનાથી તરૂણીઓમાં સાચી સમજ કેળવાય અને તંદુરસ્ત ભવિષ્યનું નિર્માણ કરી શકાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X