For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિનસચિવાલય પરીક્ષા ગેરરીતિ મામલે સરકાર ઝૂકી, SITની રચના કરાશે, વિદ્યાર્થીઓએ ગણાવી લોલીપોપ

બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે ચાલી રહેલ હોબાળો હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. પરીક્ષાર્થીઓ ગઈ કાલથી આંદોલન કરી રહ્યા છે અને આંદોલન વધુ ઉગ્ર બનતા હવે સરકાર 24 કલાક બાદ ઝૂકી છે.

|
Google Oneindia Gujarati News

બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે ચાલી રહેલ હોબાળો હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. પરીક્ષાર્થીઓ ગઈ કાલથી આંદોલન કરી રહ્યા છે અને આંદોલન વધુ ઉગ્ર બનતા હવે સરકાર 24 કલાક બાદ ઝૂકી છે. જિલ્લા કલેક્ટરે એસઆઈટીની રચના કરવા માટે કહ્યુ છે જેને પરીક્ષાર્થીઓએ લોલીપોપ સમાન ગણાવ્યુ છે. આંદોલનકારીઓ યુવરાજસિંહ સહિત અન્ય બે પ્રતિનિધિઓ સાથે જિલ્લા કલેક્ટરની વાતચીત ચાલી રહી છે અને તમને મનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ પરીક્ષાર્થીઓ બિન સચિવાલયની પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી આંદોલન નહિ સમેટવા માટે મક્કમ છે. યુવરાજસિંહે જણાવ્યુ છે કે કોઈ પણ સંજોગોમાં બિન સચિવાલયની પરીક્ષાનુ પરિણામ જાહેર નહિ થાય.

binsachivalay exam

બિનસચિવાલયની પરીક્ષામાં ઘણા પરીક્ષા કેન્દ્રો પર ચોરી થઈ હોવાના આક્ષેપ સાથે બુધવારે સવારથી આ આંદોલન શરૂ થયુ હતુ. રાજ્યભરમાંથી આવેલા 5 હજાર પરીક્ષાર્થીઓએ આખી રાત ઠંડીમાં રોડ પર વિતાવી હતી. આજે વહેલી સવારે પણ વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આજે સવારે બિનસચિવાલયની પરીક્ષાના ઉમેદવારો મળવા પહોંચ્યા હતા અને કહ્યુ હતુ કે હું આંદોલનકારીઓની સાછે છુ અને તેમની લડતમાં ભાગીદાર છુ. તેમણે કહ્યુ કે સરકારે આંદોલનકારીઓની વાત સાંભળવી જોઈએ. આજે હું રાજ્યપાલને ફોન કરશ અને જો બની શકે તો આ પરીક્ષા રદ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે આંદોલનકારીઓએ પરીક્ષા રદ કરવાની માંગ કરીને કહ્યુ છે કે જ્યાં સુધી પરીક્ષા રદ નહિ થાય ત્યાં સુધી અમે અહીંથી હટીશુ નહિ પરંતુ સરકારે પરીક્ષા રદ કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે આંદોલનના પડઘા અન્ય જિલ્લાઓમાં પણ પડવાની સંભાવના છે. આજે બીજા 15 હજાર જેટલા ઉમેદવારો આદંલનમાં જોડાય તેવી સંભાવના છે.

આ પણ વાંચોઃ બિનસચિવાલયની પરીક્ષાના હોબાળા વચ્ચે સીએમ રૂપાણીની ગૃહમંત્રી સાથે બેઠકઆ પણ વાંચોઃ બિનસચિવાલયની પરીક્ષાના હોબાળા વચ્ચે સીએમ રૂપાણીની ગૃહમંત્રી સાથે બેઠક

English summary
Govt leans on malpractice in non-secretarial clerk exam, govt will create SIT committee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X