For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રામ પંચાયત ચૂંટણી: ચર્ચાસ્પદ રહેલી ઉમેદવાર મોડલ એશ્રા પટેલની હાર, મળ્યા 430 મત

છોટાઉદેપુરના સંખેડા તાલુકાની કાવીઠા ગામ પંચાયતના સરપંચ પદ માટે મોડલ એશ્રા પટેલે ઉમેદવારી નોંધાવી હતી. મોડલ એશ્રા પટેલ ગામના લોકોને સેવા કરવા માટે ચૂંટણીમાં ઝંપલાવ્યું હોવાનું તેણે જણાવ્યું હતું. સંખેડા તાલુકાની કાવીઠા ગ્

|
Google Oneindia Gujarati News

છોટાઉદેપુરના સંખેડા તાલુકાની કાવીઠા ગામ પંચાયતના સરપંચ પદ માટે મોડલ એશ્રા પટેલે ઉમેદવારી નોંધાવી હતી. મોડલ એશ્રા પટેલ ગામના લોકોને સેવા કરવા માટે ચૂંટણીમાં ઝંપલાવ્યું હોવાનું તેણે જણાવ્યું હતું. સંખેડા તાલુકાની કાવીઠા ગ્રામ પંચાયતની મત ગણતરી શરૂ થયા બાદ સતત એશ્રા પટેલ પાછળ ચાલતી જોવા મળી હતી. એશ્રા પટેલને તેની નજીકની ઉમેદવાર જ્યોતિબેન સોલંકી સામે 129 મતથી હારી હતી.

Aeshra Patel

મોડલ સામે એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધાઈ હતી રવિવારે મતદાન થયા બાદ સાંજે તેના હરીફ ઉમેદવાર જ્યોતિબેનના પતિ મનોજભાઈ અને તેના પુત્ર અજયભાઈનું જાતિ વિષયક અપમાન કરવા બદલ એશ્રા પટેલ સહિત 12 વ્યક્તિઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ સંખેડા પોલીસ મથકે નોંધાઈ હતી. સંખેડા તાલુકાની કાવીઠા ગ્રામ પંચાયતની મત ગણતરી શરૂ થયા બાદ સતત એશ્રા પટેલ પાછળ ચાલતી જોવા મળી હતી. મતદાન મથકે એશ્રા પટેલને 430 મત મળ્યા હતા. જ્યારે તેના હરીફ ઉમેદવાર જ્યોતિબેન મનોજભાઈ સોલંકીને 559 મત મળ્યા હતા. દક્ષાબેન દેશમુખને 88 મત અને મુસીબેન ભીલને 380 મત મળ્યા હતા. નોટામાં 7 મત અને રદ્દ થયેલા મત 135 હતા. એશ્રા પટેલને તેની નજીકની ઉમેદવાર જ્યોતિબેન સોલંકી સામે 129 મતથી હારી હતી.

ચાર મહિલાએ ઉમેદવારી નોંધાવી હતી

ચાર મહિલાએ ઉમેદવારી નોંધાવી હતી

મુંબઈની મોડેલ પણ વતનમાં સરપંચપદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઊતરી હતી. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે, ત્યારે ચાર મહિલાએ ઉમેદવારી કરી હતી, જેમાં કાવીઠા ગામની અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા (નિપા) પટેલે પણ સરપંચપદ માટે ઉમેદવારી કરી હતી.

100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી

100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી

એશ્રા પટેલ વર્ષોથી મોડેલિંગ કરે છે અને અત્યાર સુધીમાં તેણે પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ જેવી લગભગ 100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે. ‌‌‌‌‌તેણે શાહરુખ ખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડેલિંગ કર્યું છે.

પરિવારમાં પિતા પણ રાજકારણી

પરિવારમાં પિતા પણ રાજકારણી

એશ્રા પટેલના પિતા નરહરી પટેલ ગામના સરપંચ રહી ચૂક્યા છે, તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે તેમજ એપીએમસી બોડેલીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. અને માતા મીનાક્ષી પટેલ એક ગૃહિણી છે, જ્યારે તેમના એક ભાઈ અમેરિકામાં સ્થાયી થયા છે.

English summary
Gram Panchayat Election: Defeat of Controversial Candidate Model Aeshra Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X