કોંગ્રેસ જુના જોગીઓ પર રમશે દાવ કે, નવા ચહેરાને ઉતારશે ચૂંટણી મેદાનમાં જાણો
ગુજરાતન વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તેના ઉમેદવારોના નામોને લઇને દિલ્હી ખાતે કેન્દ્રીય સ્ક્રીનિંગ કમિટી દ્વારા ચર્ચા કરવાં આવી રહી છે. જેને લઇને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર,
ગુજરાતન વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તેના ઉમેદવારોના નામોને લઇને દિલ્હી ખાતે કેન્દ્રીય સ્ક્રીનિંગ કમિટી દ્વારા ચર્ચા કરવાં આવી રહી છે. જેને લઇને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા ગુજરાત કોગ્રેસ પ્રભારી અશોક ગેહલોત સહિતના નેતાઓ ઉપસ્થિત છે. આ બેઠકમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા વર્ચ્યુઅલી જોડાશે જ્યારે સોનિયા ગાંધીની તબિયત સારી ના હોવાથી રૂટિન ચેકઅપ માટે વિદેશમાં છે.

ગુજરાતની ચૂંટણી બે તબક્કામાં યોજાવા જઇ રહી છે જેમા 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે જ્યારે 8 ડિસેમ્પરના રોજ પરીણામ આવશે. વિધાનસભાની ઉમેદવારી નોધાવા માટેની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે. આ પહેલા 182 બેઠકો પર નામો પર કોગ્રેસે આખરી મોહર મારવી પડશે.
કોગ્રેસમાં વિધાનસભાની ટિકિટ વહેચણી બાદ ઉકળેલા ચરૂ જેવી દશા થાય છે. કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળતી હોય છે. કાર્યકર્તાઓ દ્વરા જિલ્લા અને પ્રદેશ કાર્યલાય પર પણ તોડફોડ કરવામાં આવતી હોય છે. ટિકિટની જાહેરાત થયા બાદ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠી દેવામાં આવતો હોય છે.
ગુજરાત કોંગ્રેસમાં 63 ધારાસભ્યોને રિપિટ કરવામાં આવશે તેવી પુરી શક્યતા જોવામાં આવી રહી છે કેમ કે, 2017માં જીતેલા ધારાસભ્યો પક્ષ પલટો કરીને ભાજપના ખોળામાં જઇ બેસ્યા હતા. ત્યારે પક્ષને વફાદાર રહેલા ધારાસભ્યોને તેનું ઉનામ મળી શકે છે.
બીજી તરફ કોંગ્રેસમાં સિનિયર નેતાઓની સતત વિધાનસભાની ચૂંટણીમાં હાર થઇ રહી છે. જેમા સિદ્ધાર્થ પટેલ, અજુન મોઢાડીયા, શક્તિસિંહ ગોહીલ, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, છેલ્લી બે ટર્મથી વિધાનસભાની ચૂટણી હારી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના મોટા ભાગના સિનિરય નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં ભલી ગયા છે. આવા સંજોગોમાં પાર્ટીને જુના જોગીઓ પર દાવ રમવો પડશે.












Click it and Unblock the Notifications
