For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રે-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદાહરણરૂપ ગામ એટલે બનાસકાંઠાનું રૂપપુરા ગામ

ગ્રે-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદાહરણરૂપ ગામ એટલે બનાસકાંઠાનું રૂપપુરા ગામ

By Desk
|
Google Oneindia Gujarati News

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના રૂપપુરા ગ્રામ પંચાયતે તમામ ઘરોમાંથી આવતા ગ્રે-વોટર એટલે કે, બાથરૂમ અને રસોડામાંથી આવતા ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરી ખેતી માટે વપરાશ લાયક બનાવવું અને ભૂગર્ભ જળ રિ-ચાર્જ કરવાનો પ્લાન્ટ તૈયાર કર્યો છે. વાસ્મોના ટેકનિકલ સપોર્ટ મેળવીને બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ તેમના સહયોગથી રૂા. ૫.૨૧ લાખના ખર્ચે સરળ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટ બનાવવામાં આવ્યો છે.

grey water treatment

ગ્રામ પંચાયત દ્વારા નાણાપંચની ગ્રાન્ટમાંથી ખર્ચ કરવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ લિક્વીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ગ્રામ પંચાયતને ૫,૦૦૦ સુધીની વસ્તીના ગામ માટે વ્યકિત દીઠ રૂા.૨૮૦ અને ૫,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા ગામ માટે વ્યકિત દીઠ રૂા.૬૬૦ ની ગ્રાન્ટ મળવાપાત્ર થાય છે. જેનાથી દરેક ગ્રામ પંચાયત સરળતાથી લિકવીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે વેડંચા મોડલ ઉપર આધારિત ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટ સ્થાપીને તેનું સરળતાથી સંચાલન અને નિભાવણી કરી શકે છે.

આ ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટની વિશેષતા એ છે કે, આ મોડલ સરળ ટેકનોલોજી ઉપર આધારિત છે, જેની સ્થાપના અને નિભાવણી સરળતાથી કરી શકાય છે. આ મોડલમાં કોઈ જટીલ એન્જિનિયરિંગ કે તક્નિકી વગર સામાન્ય સિવિલ વર્ક અને મુનચારકોલ,ફટકડી અને ચૂના જેવા રો-મટીરીયલનો ઉપયોગ કરીને ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરીને ખેતી અને રિ-ચાર્જ માટે ઉપયોગ કરી શકાય છે. આ માટે નાણાપંચની ગ્રાન્ટ ઉપરાંત વસ્તીના ધોરણે ગ્રામ પંચાયતને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ મળવાપાત્ર ગ્રાન્ટમાંથી આવુ યુનિટ ગ્રામ પંચાયતો સરળતાથી બનાવી શકે છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સતત માર્ગદર્શનના કારણે ગામમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના અન્ય કમ્પોનન્ટ જેમ કે, શોકપીટ, ડોર ટુ ડોર કલેકશન વિગેરે માટે પણ ગામમાં પહેલાં કરતા વધુ ઉત્સાહ અને જાગૃતિ જોવા મળી રહી છે જેનાથી રૂપપુરા ગામને મોડલ ગામ તરફ લઈ જવા પ્રેરણા મળે છે.

English summary
ગ્રે-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદાહરણરૂપ ગામ એટલે બનાસકાંઠાનું રૂપપુરા ગામ
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X