For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત રાજ્યનું ધોરણ 10નું પરિણામ જાહેર કરાયુ, પ્રથમ ક્રમે સુરત જિલ્લો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યુ છે. પરિણામ જીએસઈબીની અધિકૃત વેબસાઈટ પર www.gseb.org મૂકવામાં આવ્યુ છે. સમગ્ર રાજ્યનું 66.97% પરિણામ જાહેર થયુ છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 79.63% પરિણામ આવ્યુ છે. સૌથી ઓછુ પરિણામ છોટા ઉદેપુરનું 46.38% પરિણામ આવ્યુ છે. ગુજરાતમાં કુલ 11,59,762 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 7,05,465 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થીનીઓ હતી.

gseb result

ગીર સોમનાથ જિલ્લાનું સુપીસી કેન્દ્ર 95.56 ટકા સાથે પ્રથમ છે જ્યારે સૌથી ઓછુ 17.63 ટકા પરિણામ આ જ જિલ્લાના તડ કેન્દ્રનું આવેલ છે. સમગ્ર રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી 366 શાળાઓ છે. 30 ટકા કરતાં પણ ઓછુ પરિણામ ધરાવતી 995 શાળાઓ છે જ્યારે 63 શાળાઓ એવી છે જ્યાં 0 ટકા પરિણામ આવ્યુ છે. ગુજરાતી માધ્યમનું 64.58 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે હિન્દી માધ્યમ 72.66 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું 88.91 ટકા પરિણામ આવ્યુ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ધોરણ 10 પરિણામમાં વિદ્યાર્થીનીઓનું 72.64 ટકા પરિણામ જ્યારે વિદ્યાર્થીઓનું 62.83 ટકા પરિણામ આવ્યુ છે. 4974 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ, 32375 વિદ્યાર્થીઓએ એ2 ગ્રેડ, 70677 વિદ્યાર્થીઓએ બી1, 129629 વિદ્યાર્થીઓએ બી2 ગ્રેડ મેળવ્યો છે.

આ પણ વાંચોઃ Lok Sabha Exit polls 2019: અમેઠીમાં રાહુલ ગાંધી હારી શકે છે ચૂંટણીઆ પણ વાંચોઃ Lok Sabha Exit polls 2019: અમેઠીમાં રાહુલ ગાંધી હારી શકે છે ચૂંટણી

English summary
gseb ssc result 2019 announced, check the result this way on website
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X