For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધુ યુવાનોને મળશે રોજગાર, તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર!

ગુજરાત વિધાનસભા ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. બીજી તરફ સરકાર પણ યુવાનોને આકર્ષવાનો કોઈ મોકો છોડવા માંગતી નથી.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. બીજી તરફ સરકાર પણ યુવાનોને આકર્ષવાનો કોઈ મોકો છોડવા માંગતી નથી. હવે સરકારે જતા જતા અત્યારસુધી સફળતાપુર્વક ન કરાવી શકી તે તલાટી અને જુનિયર ક્લાર્કની પરિક્ષાની જાહેરાત કરી છે.

exam

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરાઈ છે કે, તલાટી અને જુનિયર ક્લાર્કની લેખિત પરિક્ષા ચૂંટણી બાદ જાન્યુઆરી મહિનામાં કરવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ પરિક્ષાઓની તારીખ જાહેર કરીને યુવાનોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. અહીં તમને જણાવી દઈએ કે ગુજરાતમાં વારંવાર પેપટ ફૂટવાની ઘટનાને લઈને યુવાનોમાં ભારે રોષનો માહોલ છે. હવે સરકારે પરિક્ષાની તારીખો જાહેર કરીને મનાવવાનો પ્રયાસ કર્યો છે.

સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ૦૮ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ અને જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીની વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આગામી ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. આ બન્ને પરીક્ષાઓમાં કુલ ૨૭ લાખ જેટલા ઉમેદવારો અંદાજિત ૯૦૦૦ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપશે. આ પરિક્ષા ગુજરાતના ૦૧ કરોડ જેટલા પરીવારોને અસર કરે છે.

English summary
GSSSB Announces Talati and Junior Clerk Exam Dates!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X