For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભા : ડૉ. નીમા આચાર્યે કાર્યકારી અધ્યક્ષ તરીકે શપથ લીધા

|
Google Oneindia Gujarati News

gujarat-assembly
ગાંધીનગર, 22 જાન્યુઆરી : આજે ગાંધીનગરમાં ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ (પ્રોટેમ્પ્ટ સ્પીકર) તરીકે સર્વસંમતિથી ડૉ. નીમાબેન આચાર્યની નિયુક્તિ કરવામાં આવી હતી. આ માટે તેમણે કાર્યકારી અધ્યક્ષ તરીકે શપથ લીધા હતા.

કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ તેમણે બપોરે અન્ય ધારાસભ્યોને શપથ લેવડાવવાનું શરૂ કર્યું હતું. આજે બપોરે 12 વાગે ધારાસભ્યોની શપથવિધિ શરૂ કરવામાં આવી હતી અને લગભગ ત્રણ કલાક સુધી તે ચાલી હતી. આજે 180 ધારાસભ્યોએ પદના શપથ લીધા હતા.

ગુજરાત વિધાનસભામાં લગભગ ત્રણ કલાક સુધી ચાલેલા ધારાસભ્યોના શપથવિધિ કાર્યક્રમમાં રાજ્યના કુલ 180 ધારાસભ્યોએ શપથ લીધા હતા. મોરવાહડફના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા સવિતાબેન ખાંટનું અવસાન થતા અને સોમા ગાંડા પટેલે ધારાસભ્ય પદેથી આપેલા રાજીનામા બાદ 180 ધારાસભ્યો રહ્યા હતા. આજે ધારાસભ્ય તરીકે શપથ લેનારા દરેક ધારાસભ્યોને માસિક રૂપિયા 21,000 પગાર અને રૂપિયા 10,000 ભત્થું મળશે.

ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાનું વિધાનસભાનું સત્ર 23 જાન્યુઆરીના રોજ એક દિવસ માટે મળી રહ્યું છે. આથી તેના એક દિવસ પહેલા વિધાનસભામાં ચૂંટાઇ આવેલા 180 પ્રતિનિધિઓ ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કરે તે જરૂરી હતું.

આ વિધિ આજે પૂરી થતા હવે 23 જાન્યુઆરી, 2013 બુધવારે પહેલા કાયમી નવા સ્પીકરની ચૂંટણી યોજાશે, રાજ્યપાલ ડૉ. કમલા બેનિવાલ દ્વારા બંધારણીય રીતરીવાજો પ્રમાણે વિધાનસભાને સંબોધન કરશે અને છેલ્લા છ માસમાં અવસાન પામેલા પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપી પ્રથમ સત્રની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આજે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની પણ સંસદીય સમિતીની બેઠક મળી હતી. જેમાં વિરોધ પક્ષના નેતાની પસંદગી થવાની હતી. જો કે બેઠક અનિર્ણાયક રહી હતી અને કાર્યકારી વિપક્ષના નેતા તરીકે સર્વસંમતિથી મોહનસિંહ રાઠવાની પસંદગી કરવામાં આવી હતી. હવે આગામી ચાર-પાંચ દિવસોમાં મોવડીમંડળ કાયમી વિપક્ષી નેતાનું નામ જાહેર કરે એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

બીજા તબક્કાના બજેટ સત્રના દિવસો અને કામગીરી હજુ સુધી નક્કી કરવામાં આવ્યા નથી, પરંતુ મળેલી માહિતી અનુસાર 20 ફેબ્રુઆરી, 2013થી 2 એપ્રિલ, 2013 સુધી વિધાનસભાનું સત્ર યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિગતવાર કાર્યક્રમ વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં નક્કી કરવામાં આવશે.

આ વખતે મોદી સરકારમાં નાણા પ્રધાન તરીકેની જવબાદારી મેળવનારા નીતિન પટેલ દ્વારા રાજ્ય સરકારનું 2013-14નું બજેટ આગામી 20 ફેબ્રુઆરી, 2013ના રોજ વિધાનસભામાં રજૂ કરશે. વિક્રમજનક રીતે છેલ્લા નવ વર્ષથી ગુજરાત રાજ્યનું બજેટ પૂર્વ નાણા પ્રધાન વજુભાઇ વાળા દ્વારા રજૂ કરવામાં આવતું હતું.

English summary
Gujarat Assembly : Neema Acharya took oath as prompt speaker
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X