For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગીરના સિંહોના સ્થળાંતર સામે ગુજરાત સરકારની રિવ્યૂ પિટિશન

|
Google Oneindia Gujarati News

gir-lions
ગાંધીનગર, 15 મે : જૂનાગઢના ગીર અભ્યારણ્યમાંથી એશિયાટિક સિંહોનું મધ્ય પ્રદેશના રેવા અભ્યારણ્યમાં સ્થળાંતર કરાતું રોકવા માટે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં રીવ્યૂ પીટિશન કરી છે. આ પીટિશન સરકારે મંગળવાર, 14 મે, 2013ના રોજ કરી છે.

સુપ્રીમ કોર્ટે ગઈ 15 એપ્રિલ, 2013ના રોડ જણાવ્યું હતું કે કેટલાક સિંહોને ગીરમાંથી મધ્ય પ્રદેશના પાલપુર કુનો અભ્યારણ્યમાં મોકલવા જોઈએ. ઉક્ત આદેશ આપનાર જજોની જ બેન્ચ સમક્ષ ગુજરાત સરકારની રીવ્યૂ પીટિશન દાખલ કરવામાં આવી છે. તેની સુનાવણીની તારીખ તત્કાળ જાણવા મળી નથી.

સુપ્રીમ કોર્ટે તેના આગલા ચુકાદામાં ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો કે તે ગીરમાંથી સિંહોના સ્થળાંતરની કામગીરીને છ મહિનામાં આટોપી લેવામાં આવે. જોકે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગુજરાતની જનતાની લાગણી દુભાઈ હોવાથી રાજ્ય સરકારે સિંહોના સ્થળાંતરને રોકવા માટે સુપ્રીમમાં રીવ્યૂ પીટિશન કરી છે અને તેના નિર્ણયમાં ફેરવિચારણા કરવાની અપીલ કરી છે.

English summary
Gujarat government review petition against Gir lion migration.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X