For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની પોતાની ઇન્ટરસિટી એરલાઇન્સ શરૂ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 3 જાન્યુઆરી: ગુજરાતમાં ઇન્ટરસિટી વિમાન સેવાની શરૂઆત કરવામાં આવી છે. પહેલાં તબક્કામાં અમદાવાદથી 3 શહેરો માટે સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે. ગુજરાતના ધાર્મિક અને ઔદ્યોગિક એકમોને ધ્યાનમાં રાખીને આ સેવા શરૂ કરવામાં આવી છે.

meh-air-1

જો તમે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર જોવા માંગતા હોવ કે પછી દ્વારકા દર્શન માટે જવા માંગતા હોવ તો તમે અમદાવાદથી ફક્ત દોઢ કલાકમાં ત્યાં પહોંચી શકો છો. ગુજરાત સરકારે શુક્રવારે અમદાવાદથી પોરબંદર, ભૂજ અને જામનગર માટે ઇન્ટર સિટી વિમાનની સેવાની શરૂઆત કરી છે. ગુજરાત સરકારે આ સેવ માટે મેહ એરની સાથે કરાર કર્યા છે. સરકારના અનુસાર આ સેવાથી રાજ્યના વિકાસને વધુ પ્રોત્સાહન મળશે.

આજથી ગુજરાતમાં પહેલીવાર ઇન્ટરસ્ટેટ ફ્લાઇટ સેવા શરૂ થઇ રહી છે તેના લીધે રાજ્યના કોઇના ધાર્મિક સ્થળ પર જવું કે પછી ઇંડસ્ટ્રિયલ જગ્યા પર પહોંચવું તો તેમને સરળતા રહેશે. આગામી દિવસોમાં વધુ જગ્યાએ પણ આ સેવા શરૂ કરવામાં આવશે.

meh-air-2

મેહએર 15 કરોડની કિંમતવાળા અને 9 સીટર તેમજ બે પાઇલોટની ક્ષમતાવાળા 'સેશના-208બી ગ્રાંડ' સિંગલ એંજિનવાળા વિમાનનો ઉપયોગ કરશે. મેહએર હાલ 3 પ્લેનનો ઉપયોગ કરશે. આ 9 સીટર પ્લેન છે અને 30 જાન્યુઆરી સુધી 3 શહેરો માટે ઓપનિંગ ઓફર તરીકે 5000 રૂપિયા ભાડું લાગશે. જો તમે અમદાવાદથી પોરબંદર રોડ માર્ગથી જવા માંગો છો તો લગભગ 6 કલાકનો સમય લાગે છે પરંતુ ફ્લાઇટ દ્વારા આ અંતર દોઢ કલાકમાં કાપી શકાશે. કંપનીને આશા છે કે તેની વિમાન સેવા સફળ રહેશે.

મેહએર આગામી એક વર્ષમાં વધુ 4 નવા ધાર્મિક સ્થળો અંબાજી, પાલિતાણા, અંકલેશ્વર, સુરત, વડોદરા, ભાવનગર પર પોતાની વિમાની સેવા શરૂ કરવાની છે. તાજેતરમાં 5000 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે પરંતુ કંપનીનું કહેવું છે કે જેવી પેસેંજરોની સંખ્યા વધતી જશે ધીરે-ધીરે ભાડાંમાં ઘટાડો થશે.

meh-air-1

અમદાવાદથી ભૂજ: સોમથી શુક્ર
ભૂજથી અમદાવાદ: સોમથી શુક્ર
અમદાવાદથી જામનગર: સોમ, બુધ, શુક્ર
જામનગરથી અમદાવાદ: સોમ, બુધ, શુક્ર
અમદાવાદથી પોરબંદર: મંગળ, ગુરૂ
પોરબંદરથી અમદાવાદ: મંગળ, ગુરૂ

English summary
Gujarat Civil Aviation Minister Saurabh Patel today flagged off Ahmedabad-Porbandar flight from the airport here, commencing air connectivity in the region.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X