જામનગરની બળાત્કાર પીડિતાની ઓળખ થઇ જાહેર
ગાંધીનગર, 29 જુલાઇ: ગુજરાતના માહિતી વિભાગે એક બળાત્કાર પીડિતાનો ફોટો જાહેર કરી તેની ઓળખ જાહેર કરી દિધી છે, જેથી રાજ્ય સરકારને શરમાવવાનો વારો આવ્યો છે. જામનગરમાં ગત અઠવાડિયે આ સાત વર્ષીય બાળકી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. માહિતી વિભાગ દ્વારા થયેલી આ મોટી ભૂલ બાદ રાજ્ય સરકારે જામનગરમાં સંબંધિત અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ માઇનોર બાળકીના એક સંબંધી રામકૃષ્ણ ચૌહાણે (25) શુક્રવારે તેને ફોસલાવીને પોતાની રિક્શામાં લઇ ગયો હતો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.
રાજ્યના શિક્ષણ તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વાસુ ત્રિવેદીએ રવિવારે જામનગરના સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં આ પીડિત બાળકીની સારવાર ચાલી રહી છે. જામનગરના માહિતી વિભાગે મંત્રીની હોસ્પિટલની મુલાકાત સંબંધી માહિતી આપતાં એક અખબારી યાદી જાહેર કરી હતી.
માહિતી વિભાગા દ્વારા જાહેર કરવામાં આવેલા પાંચ ફોટામાંથી ચાર ફોટામાં પીડિતા હોસ્પિટલની પથારી સુતેલી છે અને આ દરમિયાન મંત્રી તેના પરિવાર સાથે વાતચીત કરતાં બતાવવામાં આવ્યા છે.













Click it and Unblock the Notifications
