For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 18+ને આજથી અપાશે કોરોના વેક્સનનો રોજનો 1 લાખ ડોઝ, અત્યાર સુધી અપાઈ ચૂક્યો છે 1.5 કરોડનો ડોઝ

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા સોમવારથી 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોના વેક્સીનના એક લાખ ડોઝ રોજ આપવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા સોમવારથી 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોના વેક્સીનના એક લાખ ડોઝ રોજ આપવામાં આવશે. અત્યાર સુધી આ આંકડો 30 હજાર ડોઝનો હતો પરંતુ હવે આરોગ્ય વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે 18થી 44 વર્ષની આયુવર્ગને રોજ એક સપ્તાહ સુધી એક લાખ ડોઝ આપવામાં આવશે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે સાંજે આનો નિર્ણય કર્યો હતો.

vijay rupani

લોકોને દોઢ કરોડથી વધુ આપવામાં આવી ચૂક્યો છે ડોઝ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આરોગ્ય વિભાગને નિર્દેશ આપ્યા છે કે લોકોને વેક્સીનના હવે રોજ એક લાખ ડોઝ આપવાનો પ્રયાસ કરવામાં આવે. આમ થવાથી વધુને વધુ યુવાનો કોરોનાથી બચી શકશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે અમારે ત્યાં આરોગ્ય વિભાગના સચિવ ડૉ. જયંતિ રવિની આગેવાનીમાં આરોગ્ય વિભાગે વેક્સીનેશનનુ વ્યવસ્થિત અને સુચારુ રીતે આયોજન કર્યુ છે. આરોગ્ય વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ રાજ્યમાં અત્યાર સુધી વેક્સીનનો 1,55,15,181 ડોઝ પૂરો પાડવામાં આવી ચૂક્યો છે.

અત્યાર સુધી 2 કરોડથી વધુ કોરોના ટેસ્ટ

રાજ્યમાં અત્યાર સુધી 2,09,73,092 કોરોના ટેસ્ટ કરાયાનો દાવો પણ સરકાર કરી રહી છે. સૌથી વધુ કોરોના ટેસ્ટ અમદાવાદમાં કરવામાં આવ્યા છે અને કેસ પણ સૌથી વધુ આ શહેરમાં જ સામે આવ્યા છે. એકલા અમદાવાદ જિલ્લામાં સંક્રમિતોનો આંકડો 2,32,465 સુધી પહોંચી ચૂક્યો છે. વળી, વડોદરા પણ સક્રિય દર્દીઓની દ્રષ્ટિએ બીજા નંબરે ચાલી રહ્યુ છે. આ બંને જિલ્લામાં આરોગ્યકર્મીઓની ટીમો વેક્સીન ડ્રાઈવ ચલાવી રહી છે.

English summary
Gujarat: 18+ People will get 1 lakh doses of coronavirus vaccine per day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X