ગુજરાતના અમરેલીમાં સ્કૂલ બસ ઊંઘી વળતા, 20 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના અમરેલીમાં એક શાળાની બસ સાથે અકસ્માત થતા 20 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. જે બાદ બાળકોને સ્થાનિક અને પ્રશાસનની મદદ બહાર નીકાળવામાં આવ્યા હતા. અને બાળકોને નજીકની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. અમરેલીમાં આ બસ અચાનક જ ઊંધી પડી જતા તેમાં બેસેલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ સ્કૂલબસમાં 20 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે તેમ જાણવા મળ્યું છે. હાલ બાળકોના વાલી પણ હોસ્પિટલ પહોંચી ગયા છે અને બાળકોની સારવાર ચાલી રહી છે. જે બાળકોને વધુ ઇજા નહતી થઇ તેમને તેમના ઘરે પણ મોકલવામાં આવ્યા છે.

bus

ઉલ્લેખનીય છે કે અમરેલીના આ બસ જ્ઞાનદીપ વિદ્યામંદિર શાળાની હતી. જે દેવલિયા પાટિયા પાસે પલટાઇ ગઇ હતી. અને તેના કારણે અંદર બેઠેલા બાળકોની ચીસોએ આસપાસના લોકોને દોડતા કરી દીધા હતા. તમામ બાળકોને બસની પાછળનો કાચ તોડીને બહાર નીકાળવામાં આવ્યા હતા. અને થોડીક વાર માટે આ અકસ્માતના કારણે અહીં ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. વળી પોલીસને ટ્રાફિક અને ભીડને થાળે પાડવા માટે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. ત્યારે હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અને આ અંગે શાળા અને વાલીઓને પણ જાણ કરી દેવામાં આવી છે.

English summary
Gujarat: 20 students injured after their school bus overturned in Amreli

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.