For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત 2002 રમખાણો : કોડનાનીની જામીન અરજીની સુનવણીમાંથી જજ ખસી ગયા

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 15 જુલાઇ : આજે એક મહત્વના ઘટનાક્રમમાં ગુજરાતમાં વર્ષ 2002ના નરોડા પાટિયા રમખાણ કેસમાં અપરાધી જાહેર કરાયેલા ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન માયા કોડનાનીએ નોંધાવેલી જામીન અરજી અંગેની સુનાવણીમાંથી ગુજરાત હાઈ કોર્ટની સિંગલ બેન્ચના જજ ખસી ગયા છે.

નોંધનીય છે કે કોડનાનીએ નિયમિત પ્રકારના જામીન મેળવવા માટે અરજી નોંધાવી છે. આ રાહત માટે તેમણે પોતાની બગડતી જતી તબિયતનું કારણ આપ્યું છે. ન્યાયમૂર્તિ અનંત દવેએ તેમ છતાં કોડનાનીની જામીન અરજી અંગેની સુનાવણીમાંથી ખસી જવાનું નક્કી કર્યું છે.

maya-kodnani

આજે કેસની સુનાવણી જેવી હાથ ધરાઈ ત્યારે જજે કહ્યું કે, આ અરજી મારી પાસે મૂકશો નહીં. આ માટે જજે કોઈ કારણો આપ્યા નહોતા. હવે કોડનાનીની જામીન અરજી કોઈ અન્ય જજ સમક્ષ આવતી કાલે રજૂ કરાય એવી ધારણા છે.

નોંધનીય છે કે કોડનાનીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે વિશેષ અદાલતના ચૂકાદાને પડકારતી તેમની અરજી ડિસેમ્બર 2012થી ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. આ અરજી પર નજીકના ભવિષ્યમાં સુનવણી કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેમને જામીન પર છોડવામાં આવે.

English summary
Gujarat 2002 riots: HC judge recuses from hearing Kodnani's bail plea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X