For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત : મોદી અને જિનપિંગની અમદાવાદ મુલાકાત સુરક્ષિત બનાવવા 3 માર્ગનો વ્યૂહ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 15 સપ્ટેમ્બર : ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે એરપોર્ટથી હોટલ સુધીનો 22 કિલોમીટરના માર્ગ પર સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ખાસ દ્વી માર્ગી વ્યૂહ અપનાવવામાં આવ્યો છે.

બંને નેતાઓની સુરક્ષા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ માટે માથાના દુખાનો બન્યો છે. શહેરમાં વધુ વરસાદ પડે તો વૈકલ્પિક રૂટ તૈયાર રાખવામાં આવ્યો છે, પરંતુ મુખ્ય રૂટ ઉપર અનેક મુશ્કેલીઓ હોવાથી અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા છે.

કેવો છે ત્રિ માર્ગી વ્યૂહ તે જાણવા આગળ ક્લિક કરો...

ગુજરાત IBએ ઘડ્યો માર્ગ સુરક્ષાનો વ્યુહ

ગુજરાત IBએ ઘડ્યો માર્ગ સુરક્ષાનો વ્યુહ


પ્રાપ્ત માહિતી અનુસાર મહાનુભાવોને એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ પર પહોંચાડવાની જવાબદારી ચીફ સેક્રેટરી વરેશ સિંહાએ રાજ્યના આઈબીને સોંપી છે. સ્ટેટ આઈબી દ્વારા મહાનુભાવોને કાર્યક્રમ સ્થળ પર પહોંચાડવા માટે ત્રણ સંભવિત રૂટ બનાવવાનો વ્યૂહ ઘડાયો છે. જો કે આ વ્યૂહમાં મુખ્ય રૂટ અને વૈકલ્પિક રૂટ ઉપર અનેક અડચણો હોવાનું જાણવા મળે છે.

રૂટ પ્લાન A

રૂટ પ્લાન A


રૂટ પ્લાન A મુજબ એરપોર્ટથી ડફનાળા અંડરબ્રિજ થઈ સુભાષબ્રિજ પાર કરાશે અને ત્યાંથી આશ્રમરોડ આવશે. ઈન્કમટેક્સ ચાર રસ્તા થઈને બુટભવાની મંદિરથી જમણી બાજુ વળી જશે. આ રૂટ પર રેલવે ક્રોસિંગ અડચણ બને તેવી શક્યતા છે. મહાનુભાવો જ્યારે પસાર થવાના છે ત્યારે અહીંથી ટ્રેન પસાર થશે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાંથી વિજય ચાર રસ્તા, યુનિવર્સિટી થઈ હેલ્મેટ ચાર રસ્તાથી ડાબી બાજુ આઈઆઈએમ પાસે યુ ટર્ન લઈને અંધજનમંડળ નજીક આવેલી હોટલ પર પહોંચાશે.

રૂટ પ્લાન B

રૂટ પ્લાન B


રૂટ પ્લાન B અનુસાર એરપોર્ટથી એ જ રૂટ પર સુભાષબ્રિજ થઈ આરટીઓથી 132 ફૂટ રિંગરોડ પર સીધા જ આઈઆઈએમ-એ ચાર રસ્તા અને ત્યાંથી યુ ટર્ન લઈને હોટલ જશે. પરંતુ ભારે વરસાદ પડે તો અખબારનગરના અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય છે. તેથી તંત્ર આશ્રમરોડ પર નવરંગપુરા રેલવે ક્રોસિંગવાળા રસ્તાને વધારે પ્રાધાન્ય આપી રહ્યું છે.

રૂટ પ્લાન C

રૂટ પ્લાન C


વધુ વરસાદ પડે તો રૂટ પ્લાન C બનાવવામાં આવ્યો છે. જેમાં મહાનુભાવો એરપોર્ટથી નીકળી શાહીબાગ ડફનાળા થઈને જૂની એટીએસ કચેરીવાળા રસ્તેથી રાજસ્થાન હોસ્પિટલ સુધી કાફલો આવશે. ત્યારબાદ નમસ્તે બ્રિજ થઈને દિલ્હી દરવાજા થઈ ઇન્કમટેક્સ ચાર રસ્તાથી નવરંગપુરા રેલવે ક્રોસિંગથી હોટલ જશે.

English summary
Gujarat : Two transportation route decided for Narendra Modi and Xi Jinping's Ahmedabad Visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X