For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ રેડ પાડવા ગયેલા GSTના 4 અધિકારીઓને થયો કોરોના, 50 સહકર્મીઓને પણ કર્યા ક્વૉરંટાઈન

ગુજરાતમાં હવે જીએસટી(વસ્તુ તેમજ સેવા વેરો) ના અધિકારી પણ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં હવે જીએસટી(વસ્તુ તેમજ સેવા વેરો) ના અધિકારી પણ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. અહીં જીએસટીના ચાર અધિકારી લૉકડાઉન દરમિયાન તમાકુના વેપારીઓને ત્યાં રેડ પાડવા ગયા હતા ત્યારે સંક્રમિત થઈ ગયા. તેમના રિપોર્ટ પોઝિટીવ આવવા પર તેમની ટીમમાં શામેલ 50 સહકર્મીઓને પણ હોમ ક્વૉરંટાઈન થવુ પડ્યુ છે.

gst

માહિતી અનુસાર જીએસટી વિભાગે લૉકડાઉન દરમિયાન કાળા બજારી રોકવા માટે રેડ પાડવાની યોજના બનાવી હતી. ઠેર ઠેર ફરિયાદો મળવા પર વિભાગો અધિકારી સક્રિયતા બતાવીને આખા રાજ્યમાં એક સાથે રેડ પાડવા લાગ્યા. કોરોના લૉકડાઉન ફેઝ 4 ખતમ થયા બાદ અનલૉક-1 શરૂ થતા જ ઘણા વેપારીઓને ત્યાં એક સાથે રેડ પાડી.

જણાવવામાં આવી રહ્યુ છે કે વિભાગની કાર્યવાહીમાં 14 જગ્યાએ રેડ પાડવામાં આવી હતી. એ દરમિયાન અધિકારીઓ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા. આ અધિકારીઓની ટીમમાં કોરોનાથી સંક્રમણના કારણે જીએસટીની અન્ય કાર્યવાહી પણ હવે અટકી ગઈ છે. એકસાથે ઘણા કર્મચારીઓને સાથે લઈને રેડની કાર્યવાહીથી કર્મચારીઓમાં રોષ છે. ઘણા કર્મચારી પોતાના મોટા અધિકારીઓને દોષ આપી રહ્યા છે. બધા કાર્યાલય બંધ કરીને તેને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે.

વળી, જીએસટીના હેડક્વાર્ટરથી સમાચાર આવ્યા છે કે દર મહિને નિલ જીએસટી દાખલ કરનાર વેપારીઓને મોટી રાહત આપવામાં આવી છે. હવે વેપારી એસએમએસના માધ્યમથી નિલ જીએસટી માસિક રિટર્ન જીએસટીઆર-3બીને દાખલ કરી શકે છે. અહીં નવી સેવા સોમવારથી પ્રભાવી કરી દેવામાં આવી છે. આનાથી લગભગ 22 લાખ વેપારીઓને લાભ થશે.

અરવિંદ કેજરીવાલે કહ્યુ - દિલ્લીમાં કોરોના બ્લાસ્ટનો ખતરોઅરવિંદ કેજરીવાલે કહ્યુ - દિલ્લીમાં કોરોના બ્લાસ્ટનો ખતરો

English summary
Gujarat: 4 GST officers infected by Corona virus, 50 colleagues also quarantine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X