પાકિસ્તાનનની જેલમાંથી મુક્ત 75 માછીમારો પહોંચ્યા વેરાવળ

Subscribe to Oneindia News

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 70 ઉપરાંત માછીમારો વેરાવળ ફીશરીજ પહોંચ્યા હતા. જ્યાં તેમના પરિવારજનો તેમને આવકારવા પહોંચતા લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. પાકિસ્તાથી આવેલા માછીમારો પૈકી મોટા ભાગન ગીર સોમનાથ તથા ઉનાના છે. આ અંગે વેરાવળની ફિશરીજ ઓફિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે બે દેશોની દરિયાઈ સીમા ઓળંગીને પાકિસ્તાન પહોંચી ગયેલા માછીમારોને પાકિસ્તાન સરકારે મુક્ત કર્યા છે. અને ૧૪૭ માછીમારોમાંથી ૭૪ ગત રાત્રે ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં વડોદરા આવ્યા હતા. ત્યાંથી બસ દ્વારા આજે તેઓ ફિશરીઝ ઓફિસ વેરાવળ પહોચ્યા હતા. જ્યાં તેમની પોલીસ ચકાસણી પણ કરવામાં આવશે.

gujarati fisherman

જે બાકીના 72 જેટલા માછીમારો છે. તેઓ પણ આજે ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ દ્વારા વડોદરા પહોંચશે અને આવતીકાલે 12 તારીખે બપોરે 2 વાગ્યા સુધીમાં વેરાવળ આવી જશે. જે બાદ તેમની પણ પોલીસ તપાસ કરી, વેરીફિકેશન પછી તેમના ઘરે મોકલવામાં આવશે. અન્ય માછીમારોના પરિવાર પણ કાલે તેમના પ્રિયજનોને લેવા આવશે. આમ મોટી સંખ્યામાં ગુજરાતી માછીમારો લાંબા સમય સુધી પાકિસ્તાન જેલમાં રહી માદરે વતન પરત ફરતા તેમના પરિવારજનો અને માછીમારોના ચહેરા પર ખુશી છવાઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પાકિસ્તાને 145 જેટલા માછીમારોને મુક્ત કર્યા હતા.

English summary
Gujarat : 75 Gujarati fishermen arrived at Veraval who was captured by Pakistan merin

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.