ગુજરાત પેટાચૂંટણીઃ ખાલી થયેલી 8 સીટો માટે 3 નવેમ્બરે મતદાન, બિહાર સાથે જ આવશે પરિણામ

ભારતીય ચૂંટણી પંચે ઘણા રાજ્યોની 56 વિધાનસભા તેમજ એક લોકસભા સીટ માટે પેટા ચૂંટણીના તારીખોનુ એલાન કરી દીધુ.

ગાંધીનગરઃ ભારતીય ચૂંટણી પંચે ઘણા રાજ્યોની 56 વિધાનસભા તેમજ એક લોકસભા સીટ માટે પેટા ચૂંટણીના તારીખોનુ એલાન કરી દીધુ. આમાં ગુજરાતની 8 વિધાનસભા સીટો પર 3 નવેમ્બરે મતદાન થશે. ત્યારબાદ 10 નવેમ્બરે ચૂંટણી પરિણામ જારી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ 10 નવેમ્બરે જ આવશે.

Gujarat Assembly

ગુજરાતમાં જે સીટો પર મતદાન થવાનુ છે તેમાં કચ્છની અબડાસા, બોટાદની ગઢડા, અમરેલીની ધારી, મોરબીની મોરબી-માળિયા, સુરેન્દ્રનગરની લીંબડી, વડોદરાની કરજણ, ડાંગની ડાંગ વિધાનસભા વલસાડની કપરાડા સીટ શામેલ છે. આ એ સીટો છે જેના પર આ વર્ષે કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. હવે ઘણા મહિનાઓ બાદ આ બધી સીટો પર પેટા ચૂંટણી થવાની છે. પંચના અધિકારીઓ જણાવ્યુ કે ગુજરાતની સીટો માટે 16 ઓક્ટોબરે નામાંકનની છેલ્લી તારીખ હશે. વળી, 19 ઓક્ટોબરે નામ વાપસીની છેલ્લી તારીખ રાખવામાં આવી છે.

ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ સહિત 10 રાજ્યોમાં પેટા ચૂંટણી થવાની છે. વળી, બિહારની એક લોકસભા સીટ અને મણિપુરની બે વિધાનસભા સીટો પર 7 નવેમ્બરે મતદાન કરવામાં આવશે. 54 વિધાનસભા સીટો પર મતદાન બાદ બધી સીટોના પરિણામ 10 નવેમ્બરે આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X