ભાજપ 'ગરજે ગુજરાત'ના નારા સાથે ચૂંટણીમાં ઝંપલાવશે

Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટી દ્વારા રોજ નવી નવી જાહેરાતો કરવામાં આવે છે. આગામી 10 સપ્ટેમ્બરના રોજ  ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ અમિત શાહ અને અરુણ જેટલી ગુજરાતની મુલાકાતે છે ત્યારે ભાજપના ''ગરજે ગુજરાત'' ના સુત્રની જાહેરાત  કરીને પ્રચારની શરૂઆત કરવામાં આવશે. અરુણ જેટલીને રાજ્યના ચૂંટણી પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે ત્યાર બાદ તેઓ પહેલી વાર ગુજરાતમાં આવી રહ્યા છે.

ભાજપ

અત્રે નોંધનીય છે કે, અરુણ જેટલી ગુજરાતમાંથી રાજ્યસભાના સંસદ છે અને આ વખતે તેમના પર ચૂંટણીને લઈ મોટી જવાબદારી સોપવામાં આવી છે ત્યારે ભાજપ પોતાના નવા સુત્રની સાથે કેટલી લોકપ્રિય થાય છે એ જોવાનુ રહ્યુ. કોંગ્રેસ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પહેલા જ "નવ સર્જન ગુજરાત" એવું સૂત્ર આપી ચૂક્યું છે. અને તેનુ ના ચાલે અભિયાન લીંક થયા બાદ તે વધારે સતર્ક થઈ ગઈ છે. આ પહેલાની પ્રધાનમંત્રી મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને "વાઈબ્રન્ટ ગુજરાત", "થનગણાતું ગુજરાત" જેવા ડઝનબંધ સૂત્રો આપ્યા હતા. જ્યારે આ વર્ષે માત્ર એક જ સુત્રની જાહેરાત કરવામાં આવી છે તેમાં આગળ જતા વધારો થશે કે નહી એ તો સમય જ બતાવશે.

English summary
Gujarat assembly election 2017 : BJP new slogan 'Garje Gujarat'
Please Wait while comments are loading...