For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : વેરાવળમાં બોલ્યા PM મોદી, ભૂપેન્દ્ર તોડશે નરેન્દ્રના તમામ રેકોર્ડ

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. 12 વર્ષથી વધુ સમય માટે મુખ્યમંત્રી રહી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા લોકપ્રિય છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. 12 વર્ષથી વધુ સમય માટે મુખ્યમંત્રી રહી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા લોકપ્રિય છે. આવા સમયે તેમણે વેરાવળમાં એક જનસભા સંબોધી હતી. આ સભા દરમિયાન મોદી મોદીના નારા ગૂંજી ઉઠ્યા હતા.

મોદી-મોદીના નારા ગૂંજી ઉઠ્યા

મોદી-મોદીના નારા ગૂંજી ઉઠ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં મતદાનનો સમય નજીક આવી રહ્યો છે. આ ચૂંટણી માટે ભાજપના નેતાઓ અને સમર્થકો ઉત્સાહિતછે. તેનું ઉદાહરણ સોમનાથમાં વડાપ્રધાન મોદીની રેલીમાં જોવા મળ્યું હતું, જ્યારે વેરાવળ નગરપાલિકા વિસ્તારની ચૂંટણી સભામાંવડાપ્રધાન અને ભાજપ સમર્થકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. આ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા.

ભુપેન્દ્ર પટેલને જીતાડવા માટે કરી અપીલ

ભુપેન્દ્ર પટેલને જીતાડવા માટે કરી અપીલ

ભાજપના સમર્થકોના ઉત્સાહથી અભિભૂત થઈને વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને જંગી માર્જિનથી જીતાડવા માટે મતદારોનેઅપીલ કરી હતી.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં આ મારી પ્રથમ ચૂંટણી રેલી છે અને તે પણ મહાદેવની ભૂમિ સોમનાથની પવિત્રભૂમિ પર. ગુજરાતમાં ભાજપના શાસન દરમિયાન થયેલાં કામોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, કચ્છનું રણ આપણા માટે સમસ્યારૂપહતું, અમે કચ્છના આ રણને 'ગુજરાત ના તોરણ'માં ફેરવી દીધું છે.

ભૂપેન્દ્રએ તોડશે નરેન્દ્રના તમામ રેકોર્ડ

ભૂપેન્દ્રએ તોડશે નરેન્દ્રના તમામ રેકોર્ડ

વડાપ્રધાન મોદીના કહેવા મુજબ આજે ગુજરાતના દરિયાકિનારા ધમધમી રહ્યા છે. ગુજરાતના બંદરો ભારતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બની ગયાછે.

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળને નોંધપાત્ર ગણાવતા વડાપ્રધાન મોદીએ મતદારોને કહ્યું કે, ભૂપેન્દ્રએ નરેન્દ્રના તમામ રેકોર્ડ તોડીનાખશે છે. લગભગ અડધો કલાકના તેમના સંબોધન દરમિયાન તેમણે ભાજપના ઉમેદવારોને વોટની અપીલ સાથે વિકાસના વચનોનુંપુનરાવર્તન કર્યું હતું. વેરાવળ નગરપાલિકાની રેલી બાદ વડાપ્રધાન મોદીએ ધોરાજીમાં ચૂંટણી સભાને પણ સંબોધી હતી.

વડાપ્રધાન મોદીની બેક ટૂ બેક ચૂંટણી રેલીઓ

ANIના વીડિયોમાં PM મોદીના સંબોધન પહેલા મોદી-મોદીના પડઘા સંભળાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન સૌરાષ્ટ્રમાં જંગીચૂંટણી જાહેર સભાઓ યોજવાના છે. આઠ રેલીઓ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના નેતાઓ સાથે બંધ બારણે બેઠક પણ કરશે.

આબેઠકમાં ભાજપની રણનીતિને આગળ વધારવા પર વિચાર વિમર્શ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થયા બાદ 8ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.

English summary
Gujarat Assembly Election 2022 : Bhupendra will break all the records of Narendra, PM Modi spoke in a Veraval
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X