For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : સંતરામપુર ખાતે CM ભૂપેન્દ્ર પટેલે યોજી જાહેરસભા

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાને રાજય સરકારે કરેલા કામોનો હિસાબ આપવા રાજયના મંત્રીઓ અને કેન્દ્રના દિગ્ગજ નેતાઓ જાહેરસભા કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાને રાજય સરકારે કરેલા કામોનો હિસાબ આપવા રાજયના મંત્રીઓ અને કેન્દ્રના દિગ્ગજ નેતાઓ જાહેરસભા કરી રહ્યા છે, ત્યારે સંતરામપુર ખાતે રાજયના વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેરસભાને સંબોધન કર્યુ હતું. જાહેરસભામાં મહીસાગર જિલ્લાના પ્રમુખે પ્રસાંગિક સંબોધન કર્યુ હતું.

શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટી ગયો છે

શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટી ગયો છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સભાને સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપ એ પ્રજાના કાર્ય કરતી પાર્ટી છે. ભાજપ પ્રજાના પ્રશ્નને વાંચા આપનારીઅને નિરા કરળ કરનારી પાર્ટી છે. ગુજરાતની જનતાએ ભાજપનુ કામ જોયુ છે, ભાજપના કામથી સંતુષ્ટ છે અને એટલ જ ભાજપ સાથે રહેછે. આજે સરકાર જે યોજના જાહેર કરે તે છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો અવિરત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે આદિવાસીસમાજના દીકારઓ ભણી ગણીને આગળ આવ્યા છે. શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટી ગયો છે, તેની પાછળાનું કારણ આપણા વડાપ્રધાનનરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે કરેલી મહેનતનું પરિણામ છે.

આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજ પણ બનાવવામાં આવી છે

આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજ પણ બનાવવામાં આવી છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ સરકારે 108 એમ્બ્યુલન્સની સેવા શરૂ કરી અને દર્દીઓને ઝડપથી સારવારમળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજય અને દેશમાં વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે.

ગુજરાતમાં આજે દરેક ક્ષેત્રે વિકાસ થયોછે. થોડા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે રાજપીપળા ખાતે રૂપિયા 530 કરોડના ખર્ચે નવી કોલેજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુંછે. આજે આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજ પણ બનાવવામાં આવી છે. ગુજરાતમાં બે દાયકા પહેલા રમખાણો થતા દંગા થતા આજેગુજરાતને શાંતિપ્રિય રાજ્ય બનાવ્યું છે. આ ચૂંટણીમાં વધુ મતદાન ભાજપ તરફ કરી જિલ્લાની દરેક બેઠક પર ઉમેદવારોને ઐતિહાસીકમતોથી વિજય બનવવા હાંકલ કરી.

ભાજપના ઉમેદવારને જંગી મતો આપી કમળ ખીલવવા વિંનતી કરૂ છું

ભાજપના ઉમેદવારને જંગી મતો આપી કમળ ખીલવવા વિંનતી કરૂ છું

રાજયસભાના સાંસદ અને રાજસ્થાનના વતની કરોડીમલ મીળાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, સંતરામપુર વિધાનસભાના ઉમેદવાર ડૉ.કુબેર ડિંડોરની બેઠકનો નંબર જ 123 છે, જેમાં પહેલા નંબરે કુંબેર ડિંડોર રહશે, જયારે બાકીના નંબર પર વિરોધી પાર્ટીઓના ઉમેદવારરહેશે.

ગુજરાતમાં ચૂંટણી સમયે દિલ્હીથી કેટલાક લોકો અહીં રેવડી વહેચવા આવ્યા છે, તેમનું ગુજરાતમાં કશું નહીં ચાલે. ભાજપ સરકારમાંગુજરાતમાં ચારેય તરફ વિકાસ છે. ભુપેન્દ્ર પટેલમાં એક સંતની ઝાંખી દેખાય છે. આદિવાસી સમાજના ઉત્થાન માટે પૂર્વ વડાપ્રધાનઅટલબિહારી વાજપાયી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કામ કર્યુ છે. આ ચૂંટણીમાં વિરોધી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્તથાય તેટલુ જંગી મતદાન કરજો. ભાજપને મત આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ વધુ મજબૂત કરવાની વધુ એક તક આપ સૌને મળીછે. ભાજપના ઉમેદવારને જંગી મતો આપી કમળ ખીલવવા વિંનતી કરૂ છું.

આ જાહેરસભામાં જિલ્લાના પ્રમુખ દશરથ બારૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ રમિલા ડામોર, વિધાનસભાના ઇન્ચાર્જ, તાલુકા પંચાયતનાપ્રમુખ શારદાબેન સહિત જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું.

15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયાહાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.

આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 17નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી.

આવા સમયે સમયે નામો પાછાખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાનીમત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

English summary
Gujarat Assembly Election 2022: CM Bhupendra Patel held a public meeting at Santrampur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X