
Gujarat Assembly Election 2022 : 11 વાગ્યા સુધીમાં ક્યા જિલ્લામાં કેટલુ મતદાન? જાણો તમામ આંકડા.
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં રાજ્યની 89 વિધાનસભા સીટો માટે મતદાન થઈ રહ્યુ છે. હાલમાં જ મતદાનને લઈને પહેલી ત્રણ કલાકના એટલે કે 11 વાગ્યા સુધીના સત્તાવાર આંકડા સામે આવ્યા છે.
સામે આવેલા મતદાનના આંકડા અનુસાર, 89 વિધાનસભા સીટો પર 11 વાગ્યા સુધીમાં સરેરાશ 19 ટકા મતદાન નોંધાયુ છે. રાજ્યમાં સૌથી વધુ ડાંગમાં 24 ટકા અને સૌથી ઓછુ પોરબંદરમાં 16.49 ટકા મતદાન નોંધાયુુ છે.
ક્યાં જિલ્લામાં કેટલા ટકા મતદાન?
અમરેલી - 19
ભરૂચ - 17.57
ભાવનગર - 18.84
બોટાદ - 18.50
ડાંગ - 24.99
દેવભૂમિ દ્વારકા - 15.86
ગીર સોમનાથ - 20.75
જામનગર - 17.85
જુનાગઢ - 18.85
કચ્છ - 17.62
મોરબી - 22.27
નર્મદા - 23.73
નવસારી - 21.79
પોરબંદર - 16.49
રાજકોટ - 18.98
સુરત - 16.54
સુરેન્દ્રનગર - 20.67
તાપી - 26.47
વલસાડ - 19.57
અહીં તમને જણાવી દઈએ કે રાજ્યમાં મતદાન સાથે સાથે વિવાદો પણ સામે આવી રહ્યા છે. સુરતમાં ગોપાલ ઈટાલિયાએ ધીમુ મતદાન કરાવવાનો આરોપ લગાવ્યો હતો તો ધોરાજીના બીએલઓ ગેરકાયદેકામગીરી કરતા હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં શાંતિપુર્ણ રીતે મતદાન ચાલી રહ્યુ છે.