Gujarat Assembly Election 2022 : વશરામ સાગઠીયા અને ઇન્દ્રનિલ રાજ્યગુરુ સહિત ઘણા કોંગ્રેસ નેતા AAPમાં જોડાયા
Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ, વશરામ સાગઠિયા અને કોમલ ભરાઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ ત્રણેય નેતાઓ અમદાવાદમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જે કારણે રાજકોટ મહાપાલિકામાં કોંગ્રેસનું વિપક્ષનું સ્થાન જોખમમાં મૂકાયું છે. આ સાથે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 3ના કાર્યકરો પણ આપમાં જોડાયા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ જોડાયા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ઈશુદાન ગઢવી હર્ષભેર કર્યું હતું.
ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ) માં જોડાયા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે. આ પ્રસંગે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મીડિયા સામે કરેલી વાતચીતમાં જણાવ્યુ કે, કોંગ્રેસમાંથી પણ હું લોકો માટે જ લડતો રહ્યો છું અને હવે આમ આદમી પાર્ટી માંથી પણ લોકો માટે જ લડતો રહીશ. અરવિંદ કેજરીવાલ પક્ષ માટે નહીં, પરંતુ ભારતના આમ આદમી માટે લડી રહ્યા છે.

કોંગ્રેસ સાથે લાંબી નારાજગી બાદ આપમાં જોડાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ પક્ષ માટે નહીં, પરંતુ દેશ માટે લડી રહ્યા છે. તેઓ દેશના આમ આદમી માટે કામ કરી રહ્યા છે. જેમના કામથી હું પણ પ્રભાવિત થયો છું. મારું જાહેરજીવન સદા લોકોને માટે જ રહ્યું છે. ભાજપ સત્તા પર રહીને લોકોને મૂર્ખ બનાવતી રહે છે. સત્તા ઉપર પહોંચ્ચા બાદ પણ તેને પક્ષ કહેવુંએ દેશ માટે લાંછન છે. આ સાથે કોંગ્રેસ એ વિકલ્પ બની શકવાની ક્ષમતા ખોઇ બેઠો છે. મારે લોકોની સેવા કરવી છે, રાજ્યના મારા સમાજે મને ગરીબ બ્રાહ્મણ નહીં, પરંતુ સુવ્યવસ્થિ બ્રાહ્મણ બનવાની તક આપી છે. મને વર્તમાન સમયમાં શ્રેષ્ઠ વિકલ્પ આપ લાગે છે તેથી જોડાયો છું.' ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ભાવનગરનાં પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું હતુ.
સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ,વસરામભાઈ સાગઠિયા,કોમલબેન બારાઈ આજરોજ પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીમાં જોડાયા. pic.twitter.com/WWkdzR1zxw
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) April 14, 2022