For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022: રાજકોટ અને સુરતમાં આજે રેલી કરશે રાહુલ ગાંધી

Gujarat Assembly Election 2022: રાજકોટ અને સુરતમાં આજે રેલી કરશે રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને તાત્કાલિન સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા છોડી આજે સોમવારે ગુજરાતમાં રેલી કરશે. 21 નવેમ્બરે રાહુલ ગાંધી ગુજરાત વિધનસભા ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરશે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે રાહુલ ગાંધી રાજકોટ અને સુરતમાં એક-એક રેલીને સંબોધિત કરશે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી પાર્ટીની ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા રાહુલ ગાંધીએ અત્યાર સુધીમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં એકેય ચૂંટણી કાર્યક્રમ કર્યા નહોતા. 7 સપ્ટેમ્બરથી શરૂ થયેલ ભારત જોડો યાત્રા વચ્ચે રાહુલ ગાંધીનો આ પહેલો ચૂંટણી કાર્યક્રમ છે.

Rahul gandhi

હિમાચલ પ્રદેશમાં (12 નવેમ્બરે) વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યું છે, જ્યારે ગુજરાતમાં આગામી 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને એઆઈસીસીના મહાસચિવ કેસી વેણુગોપાલે પીટીઆઈને જણાવ્યું કે ભારત જોડો યાત્રા હાલમાં મહારાષ્ટ્રમાં છે અને આગલા થોડા દિવસોમાં મધ્ય પ્રદેશમાં પ્રવેશ કરશે. ભારત જોડો યાત્રાને 21 નવેમ્બર અને 22 નવેમ્બરે વિશ્રામ આપવામાં આવ્યો છે. માટે રાહુલ ગાંધી 21 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે સમય કાઢી શકે.

રાહુલ ગાંધી ઉપરાંત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં છે. નરેન્દ્ર મોદી આજે સુરેન્દ્રનગર, ભરુચ અને નવસારીમાં રેલી કરશે. જ્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ આજે ગુજરાતમાં રોડ શો કરશે.

ગુજરાતમાંથી ભાજપની સત્તા છીનવવાની કોંગ્રેસ કોશિશ કરી રહી છે. જ્યારે ભાજપ પોતાના પાછલા 27 વર્ષની સત્તા યથાવત રાખવા માંગે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં કોંગ્રેસે સત્તાપક્ષ ભાજપને કાંટાની ટક્કર આપી હતી, ત્યારે કોંગ્રેસને 77 અને ભાજપને 99 સીટ જ મળી હતી. કોંગ્રેસે 41.44% વોટ હાંસલ કર્યા હતા જ્યારે ભાજપે 2017ની ચૂંટણીમાં 49.05% વોટ હાંસલ કર્યા હતા. આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના સીધા મુકાબલાના સમીકરણ બદલવાની સંભાવના છે.

English summary
Gujarat Assembly Election 2022: Rahul Gandhi will hold a rally in Rajkot and Surat today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X